ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી
પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ
અમરેલી જિલ્લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે
નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા
અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી સી.પી.વાઘેલા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે અમરેલી સીટી પો.સ્ટે.
ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૬૦૩૭૩/૨૦૨૬, ભારતીય ન્યાય સંહીતાની કલમ ૧૦૯(૧),
૧૧૮(૧), ૩૫૧(૩), ૩૫૨, ૧૨૬(૨), ૩૨૪(૪) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ
ના ગુનામાં નાસતા ફરતા અને રૂ.૧૦,૦૦૦/- ના ઇનામી આરોપીને ટેક્નીકલ સોર્સ
અને બાતમી હકિકત આધારે મુંબઇ (મહારાષ્ટ્ર) ખાતેથી પકડી પાડી, આગળની
કાર્યવાહી થવા સારૂ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઃ –
જયદેવભાઇ નજુભાઇ વાળા, ઉ.વ.૨૫, રહે. લાલાવદર, તા.જિ.અમરેલી.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા,
ગીરીરાજસિંહ જાડેજા તથા હેડ કોન્સ. લીલેશભાઇ બાબરીયા, હરેશભાઇ કુવારદાસ તથા
પો.કોન્સ. યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ છે.


















Recent Comments