fbpx
રાષ્ટ્રીય

જમ્મુકાશ્મીરના ૪ જિલ્લામાં ૫૬ સ્થળો પર J&K પોલીસના દરોડા

લશ્કર-જૈશ સાથે જાેડાયેલા અનેક શંકમંદો ત્નશ્દ્ભ પોલીસની ધરપકડ કરવામાં આવી દરોડામાં પોલીસે ઘણા હથિયારો, રોકડ, ઈલેક્ટ્રોનિક ડિવાઈસ અને દસ્તાવેજાે જપ્ત કર્યા જમ્મુ-કાશ્મીર પોલીસે બે દિવસમાં ૫૬ આતંકવાદી ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે અને જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ઘણા શંકાસ્પદ આતંકવાદીઓ અને ગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરી છે. જમ્મુના ચાર જિલ્લામાં પાડવામાં આવેલા દરોડામાં પોલીસે ઘણા હથિયારો, રોકડ, ઈલેક્ટ્રોનિક ડિવાઈસ અને દસ્તાવેજાે જપ્ત કર્યા છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે મંગળવારે રાજૌરી જિલ્લામાં ઘરો સહિત ૯ વિસ્તારોમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ સિવાય બે દિવસમાં પોલીસે પૂંછમાં ૧૨, ઉધમપુરમાં ૨૫ અને રિયાસીમાં ૧૦ સ્થળોએ દરોડા પાડ્યા હતા.

જમ્મુ ઝોનના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓપ પોલીસ (છડ્ઢય્) આનંદ જૈને જણાવ્યું હતું કે જપ્ત કરાયેલી વસ્તુઓ અને માહિતીના આધારે વધુ તપાસ કરવામાં આવશે. વિસ્તારમાં શાંતિ જાળવવા માટે જરૂર પડ્યે આવા વધુ ઓપરેશનો હાથ ધરવામાં આવી શકે છે.જમ્મુ ઝોનના ચારેય જિલ્લામાં આતંકવાદી પ્રવૃત્તિઓ સંબંધિત અલગ-અલગ કેસોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ૨૦૧૩ અને આ વર્ષના આતંકવાદ સંબંધિત કેસોની તપાસ માટે રાજૌરી અને પૂંછમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તેમજ, ઉધમપુર અને રિયાસીમાં દરોડા બસંતગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ સાથે સંબંધિત હતા. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે ધરપકડ કરાયેલા લોકો આતંકવાદીઓને સંવેદનશીલ માહિતી, હથિયારો અને ભંડોળ પૂરું પાડતા હતા. જૈશ અને લશ્કર સાથે જાેડાયેલા શંકાસ્પદ આતંકવાદીઓ અને તેમના માટે ગ્રાઉન્ડ પર કામ કરતા લોકો પર પોલીસ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસને શંકા છે કે આ લોકો જમ્મુમાં વધુ ઓન-ગ્રાઉન્ડ વર્કર્સને એક્ટિવેટ કરવા માગે છે, જેથી આતંકવાદી પ્રવૃત્તિઓ વધારી શકાય. છડ્ઢય્ઁ જૈને જમ્મુના નાગરિકોને આતંકવાદીઓ, તેમના સાથીઓ અને વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ હલચલ વિશે તાત્કાલિક પોલીસને માહિતી આપવા અપીલ કરી છે.

Follow Me:

Related Posts