સોમનાથ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ પ્રદર્શિત કરી વડાપ્રધાનશ્રીનું અભિવાદન કર્યું : પ્રતિકૃતિમાં સરદાર પટેલ, વીર હમીરજી ગોહિલ અને ઓપરેશન સિંદૂરની સફળતાની ઝલક
…….
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશનું ગૌરવ વધારી રહ્યા છે : શ્રી પિનાકીન ગોહિલ
ગીર સોમનાથ તા.૧૧ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સોમનાથના આંગણે આવકારવા માટે લોકોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો, તેવા જ એક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રશંસક અને જુનિયર બચ્ચન શ્રી પિનાકીન ગોહિલ ભાવનગરથી વડાપ્રધાનશ્રીને સત્કારવા માટે પહોંચ્યા હતાં.
મનોરંજનના ક્ષેત્રમાં કામ કરતા શ્રી પિનાકીન ગોહિલ સોમનાથ હેલીપેડથી સોમનાથ મંદિર સુધીના રોડ શોમાં વડાપ્રધાનશ્રીને સત્કારવા માટે ખાસ સોમનાથ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ લઈને પહોંચ્યા હતા. આ પ્રતિકૃતિમાં વડાપ્રધાનશ્રીને તેમના સ્વ. માતૃશ્રી હીરાબા સાથે દર્શાવામાં આવ્યાં છે, સાથે જ સોમનાથ મંદિરના પુન: નિર્માણમાં જેમનું અદ્વિતીય યોગદાન છે, તેવા સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની તસવીર, સોમનાથની રક્ષા માટે આહુતિ પ્રાણની આપનાર વીર હમીરજી ગોહિલ અને ઓપરેશન સિંદૂરની સફળતાને પણ તેમાં દર્શાવવામાં આવી છે.
તેમણે વડાપ્રધાનશ્રીના રાષ્ટ્ર ઉત્થાનમાં યોગદાનની સરાહના કરતા જણાવ્યું હતું કે, સોમનાથમાં અમૃત પર્વની ઉજવણીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે, સોમનાથ મંદિર પર જલાભિષેક સહિતના કાર્યક્રમથી ભાવિકો ઉત્સાહિત છે. તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાનશ્રી દેશ દુનિયામાં ભારતનું ગૌરવ વધારી રહ્યા છે અને સૌને સાથે રાખીને દેશને પ્રગતિના પંથ પર અગ્રેસર કર્યો છે. ઉપરાંત લોકોને સોમનાથની પાવન ભૂમિ પર અચૂક દર્શનાર્થે આવવા માટે પણ અપીલ કરી હતી.

















Recent Comments