અમદાવાદના ઠક્કરનગરમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારો નરાધમ વૃધ્ધ મોરબીથી ઝડપાયો

બાળકીને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવી હતી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં માસુમ બાળકી પર દુષ્કર્મ આરવામાં આવતા ચકચાર મચી હતી. જેમાં ગરીબ પરિવારની દીકરી ઘર પાસે રમી રહી હતી, ત્યારે નજીકમાં રહેતો દલપત મધુભાઈ વઢીયારી તેને કોઈ વસ્તુ આપવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. .આઅંગે બાળકીની માતાને જાણ થતા તેણે પોલીસને જાણ કરી હતી. જેન આધારે કૃષ્ણનગર પોલીસે પોકસો કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આઠ વર્ષની બાળકી તેના ઘર પાસે રમી રહી હતી, તે સમયે નજીકમાં રહેતા દલપત વઢીયારીએ પૈસા અને બિસ્કિટ આપવાની લાલચ આપીને પોતાની પાસે બોલાવી હતી.
બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકી ખૂબ ગભરાઈ ગઈ હતી અને બૂમો પાડવા લાગ્યા બાદ તે બહાર ભાગી ગઈ હતી. આ સંદર્ભે બાળકીનની માતાને ખબર પડતા બાળકીની માતાએ પોલીસને જાણ કરી હતી. જેમાં ઝોન-૪ના ડીસીપીના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપીને ઝડપવા વિવિધ ટીમો બનાવી હતી. બીજીતરફ બાળકીને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવી હતી. દરમિયાન પોલીસે આજુબાજુના વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરીને આરોપીને ઝડપી લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આરોપી હાલ મોરબીમાં છુપાયો છે. જેને આધારે મોરબી ન્ઝ્રમ્ ને જાણ કરીને આરોપીના ફોટોગ્રાફ તથા અન્ય માહિતી મોકલી આપી હતી. જેમાં મોરબી ન્ઝ્રમ્ પોલીસે તપાસ કરીને આરોપી દલપત વઢીયારીને ઝડપી લઈને અમદાવાદના કૃષ્ણનગર પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે મોરબી જઈને આરોપીનો કબજાે મેળવ્યો હતો. આરોપી દલપત વઢીયારી મુળ બનાસકાંઠાનો વતની છે અને અમદાવાદમાં ઠક્કરનગર સ્થિત મહાકાળીનગરમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments