fbpx
રાષ્ટ્રીય

ખેડૂતો આકરા પાણીએઃ ૧૮ ફેબ્રુઆરીએ દેશભરમાં ટ્રેન રોકો અભિયાન ચલાવશે

સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી ખેડૂતોને આંદોલન ખતમ કરવાની અપીલથી વિપરીત ખેડૂતોએ પોતાના આંદોલનનો વિસ્તાર વધારવાની યોજના બનાવી છે. ખેડૂતોના સંગઠન સંયુક્ત કિસાન મોરચા એ આજે બુધવારે જાહેરાત કરી હતી કે, ૧૮ ફેબ્રુઆરીએ દેશભરમાં ૪ કલાક માટે ટ્રેન રોકો અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે.

ખેડૂતોના સંગઠન સંયુક્ત કિસાન મોર્ચાના નેતા ડૉક્ટર દર્શન પાલ તરફથી કહેવામાં આવ્યું હતું કે, આગામી એક સપ્તાહના કાર્યક્રમની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. મોર્ચાએ જણાવ્યું હતું કે, સંયુક્ત કિસાન મોર્ચાની આજની બેઠકમાં આંદોલનને વધારે વેગીલુ બનાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આ માટે આગામી દિવસો આંદોલન કેવી રીતે ચાલશે તેની યોજનાનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે.

રાજધાની દિલ્હી સહિત દેશના કેટલાક ભાગમાં છેલ્લા ૭૦થી વધારે દિવસોથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. હવે સંયુક્ત કિસાન મોરચાએ ૧૮મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રવ્યાપી રેલ રોકો આંદોલનની જાહેરાત કરી છે. ૧૮મી ફેબ્રુઆરીએ બપોરે ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધી દેશમાં રેલ રોકો આંદોલન ચલાવવામાં આવશે. તો ૧૨મી ફેબ્રુઆરીથી રાજસ્થાનમાં તમામ ટોલ પ્લાઝા પર ખેડૂતો માટે ફ્રી કરવામાં આવશે. ૧૪મી માર્ચે ખેડૂતો પુલવામા હુમલાની વર્ષગાઠ નિમીતે કેન્ડલ માર્ચનું આયોજન કરશે.

કિસાન મોરચાએ કહ્યું હતું કે, હરિયાણાના લોકો ભાજપ અને જેજેપીના નેતાઓ પર દબાણ વધારે અને ખેડૂતોના હિતમાં નેતાઓને પોતાની ગાદી છોડવા માટે મજબૂર કરે. આ પહેલા ખેડૂત સંગઠનોએ ૨૬મી જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યુ હતુ. જે દરમ્યાન દિલ્હીમાં હિંસા ભડકી હતી. જે બાદ ૬ ફેબ્રુઆરીએ ત્રણ કલાક સુધી ચક્કાજામનું પણ એલના કર્યુ હતુ.
દિલ્હીમાં આંદોલન સાથે જાેડાયેલા ખેડૂતોના સંગઠનોએ એક સંયુક્ત નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, કેન્દ્રના કૃષિ કાયદાઓના વિરોધમાં આગામી ૧૮મી ફેબુ્રઆરીએ રેલ રોકો આંદોલન કરવામાં આવશે. ચાર કલાક સુધી આ રેલ રોકો આંદોલન ચાલશે, જેમાં શાંતિપૂર્વક રીતે રેલવેના પાટા પર જઇને ટ્રેનોને રોકવામાં આવશે.

સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી ૧૮મી તારીખે સમગ્ર દેશમાં જ્યાં પણ ટ્રેનો ચાલી રહી છે ત્યાં ટ્રેનોને બપોરે ૧૨ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી રોકવામાં આવશે. એટલુ જ નહીં રાજસ્થાનમાં આગામી ૧૨મી તારીખથી બધા જ ટોલ પ્લાઝા પર ટોલ કલેક્શન બંધ કરાવી દેવામાં આવશે. આ પહેલા ત્રણ કલાક સુધી વિવિધ રાજ્યોમાં હાઇવે અને અન્ય રોડ પર ત્રણ કલાક સુધી ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો અને હવે રેલવે રોકો આંદોલનની જાહેરાત કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/