ગુજરાત

સહકારનું નવું સરનામું મેંદરડા: ઉર્જા મંત્રી કૌશિકભાઇ વેકરીયાના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર નાગરિક મંડળીની સાધારણ સભા યોજાઇ અને નૂતન ઓફિસનું ભવ્ય ઉદ્ઘાટન

સહકાર, સેવા, પારદર્શિતા અને પરસ્પર વિશ્વાસના પાયા પર ગુજરાતભરમાં આર્થિક ઉત્કર્ષની કેડી કંડારનાર તેમજ ‘ગુજરાતની શ્રેષ્ઠ સહકારી મંડળી’નો એવોર્ડ મેળવી સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌરવ વધારનાર ‘શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી.’ ની ૧૧મી નવીન શાખાનું મેંદરડા ખાતે ભવ્ય ઉદ્ઘાટન તેમજ ૧૬મી વાર્ષિક સાધારણ સભા શ્રી સરદાર પટેલ પાર્ટી પ્લોટ ખાતે અત્યંત હર્ષોલ્લાસ અને લાગણીસભર વાતાવરણમાં સંપન્ન થઈ.

સહકાર એ સુખ-દુઃખમાં સાથે ચાલવાની પવિત્ર ભાવના: શ્રી કૌશિકભાઈ વેકરિયા

કાર્યક્રમની અધ્યક્ષતા સંભાળતા ગુજરાત રાજ્યના લોકપ્રિય, યુવા ઊર્જાવાન કાયદા અને ઊર્જા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાએ હૃદયસ્પર્શી ઉદ્બોધન કરતાં જણાવ્યું કે, “સહકાર એ માત્ર નાણાંની લેવડ-દેવડ નથી, પણ એકબીજાના સુખ-દુઃખમાં ભાગીદાર બનીને સૌના ઉત્કર્ષ માટે સાથે ચાલવાની એક પવિત્ર જીવનભાવના છે. ભારતની પ્રગતિનો સાચો પાયો ‘સહકાર’માં રહેલો છે. સરદાર વલ્લભભાઈ પટેલે જે સ્વરાજ, ગ્રામોત્થાન અને સમૃદ્ધિ આધારિત રાષ્ટ્રનિર્માણનું સ્વપ્ન જોયું હતું, તે આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ‘સહકારથી સમૃદ્ધિ’ના મંત્ર સાથે સાકાર થઈ રહ્યું છે.”

સંસ્થાના ચેરમેન શ્રી અનિલભાઈ વેકરિયાના દૂરંદેશી નેતૃત્વ, સેવાભાવ અને સહકારિતાના શુદ્ધ ભાવના પરિણામે સંસ્થા આજે પ્રગતિના નવા શિખરો સર કરી રહી છે. આ સંસ્થા દ્વારા સમાજના છેવાડાના માનવી સુધી પહોંચવાના ઉદ્દેશથી મહત્ત્વપૂર્ણ લોકકલ્યાણકારી યોજનાઓ જે શરૂ છે તેમને સૌએ વધાવી હતી.

આ અવિસ્મરણીય પ્રસંગમાં જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરના ચેરમેન પૂજ્ય શ્રી પી. પી. સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે શાસ્ત્રી પૂજ્ય શ્રી કુંજવિહારી સ્વામી, પ્રદેશ યુવા ભાજપના પ્રભારી અને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઇ કાનાણી તેમજ માણાવદરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી મંડળીની પારદર્શિતા અને ગતિશીલ વિકાસની સરાહના કરી હતી.

આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા, જૂનાગઢ મહાનગર પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વિપુલભાઈ કાવાણી, અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજુભાઈ ભૂતૈયા, અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી પ્રદિપ ભાખર, શ્રી ચિરાગભાઈ રાજાણી, શ્રી સાજનભાઈ પેથાણી, શ્રી આશિષ અકબરી, શ્રી હરેશભાઈ ઠુમ્મર, શ્રી ઘનશ્યામભાઈ કોટડીયા, શ્રી મુકેશભાઈ ખાખરીયા, શ્રી પ્રકાશભાઈ કારીયા, શ્રી ભયલુભાઈ વાળા, શ્રી હિંમતભાઈ દોંગા, શ્રી ઘનશ્યામભાઈ સાદરાણી, શ્રી વિપુલ ભેસાણીયા, શ્રી એ. વી. રિબડીયા, શ્રી રાજુભાઈ ગીડા, શ્રી બળવંતભાઈ ધામી, શ્રી ભાવેશભાઈ ત્રાપસીયા, શ્રી કરશનભાઈ વાડદોરિયા, શ્રી વિનુભાઈ કથીરીયા, ડૉ. ભરત ઝાલાવાડિયા, શ્રી પ્રવીણભાઈ સોજીત્રા સહિતના સહકારી-રાજકીય અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે સંસ્થાના ચેરમેનશ્રી અનિલભાઈ વેકરિયા, વાઇસ ચેરમેનશ્રી દિવ્યેશભાઈ વેકરિયા, મંત્રીશ્રી દીપકભાઈ આંબલિયા અને એમ.ડી.શ્રી જયસુખભાઈ ગોંડલિયાએ ઉપસ્થિત તમામ મહાનુભાવો, અતિથિવિશેષો અને વિશાળ જનમેદનીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ સમારોહ સમગ્ર સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્ર માટે એક યાદગાર અને ઐતિહાસિક પર્વ બની રહ્યો હતો.

Related Posts