Loading Date... Gold 24K: ₹90,811 | Silver 1kg: ₹107,143 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

ભાવનગરમાં મેયર ઉષાબેન તલરેજાના હસ્તે ‘સ્વદેશી મેળો–શોપિંગ ફેસ્ટિવલ–૨૦૨૬’નો પ્રારંભ

ભાવનગરમાં મેયર ઉષાબેન તલરેજાના હસ્તે ‘સ્વદેશી મેળો–શોપિંગ ફેસ્ટિવલ–૨૦૨૬’નો પ્રારંભ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથો અનેમહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવાના હેતુથી જવાહર મેદાન ખાતે આયોજિત સ્વદેશી મેળો–શોપિંગફેસ્ટિવલ–૨૦૨૬નો મેયરશ્રી ઉષાબેન તલરેજાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે મેયર શ્ર...

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથો અને

મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવાના હેતુથી જવાહર મેદાન ખાતે આયોજિત ‘સ્વદેશી મેળો–શોપિંગ

ફેસ્ટિવલ–૨૦૨૬’નો મેયરશ્રી ઉષાબેન તલરેજાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મેયર શ્રીમતી ઉષાબેન તલરેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘આત્મનિર્ભર ભારત’

અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરવામાં સ્વદેશી મેળો મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. આવા આયોજનો સ્થાનિક

કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોને પ્રોત્સાહન આપી આત્મનિર્ભર બનવાની તક પૂરી પાડે છે. તેમણે નગરજનોને

મેળાની મુલાકાત લઈ સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરવા અપીલ કરી હતી.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી કિશનભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવાર નિમિત્તે યોજાયેલો આ મેળો

નાના વ્યવસાયકારોને પોતાનાં ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે બજાર પૂરું પાડે છે. અગરબત્તી સહિતની

સ્વદેશી બનાવટોના વેચાણથી સ્થાનિક કૌશલ્યને પ્રોત્સાહન મળશે તથા સ્વરોજગાર અને રોજગારીની તકોને વેગ

મળશે.

પ્રારંભે મેયરશ્રી ઉષાબેન તલરેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી કિશનભાઈ મહેતા અને મ્યુનિસિપલ કમિશનરશ્રી ડૉ.

નરેન્દ્રકુમાર મીનાએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું.


તા. ૬ નવેમ્બર સુધી સવારે ૧૧થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રહેતા આ મેળામાં હસ્તકલા, આયુર્વેદિક અને હર્બલ

ઉત્પાદનો સહિતની વિવિધ સ્થાનિક ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે.

અંતમાં નાયબ કમિશનરશ્રી જે.એન. મહેતાએ આભાર વિધિ કરી હતી.કાર્યક્રમ બાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ

વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કમિશનર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીના, નગરસેવકો, સ્ટોલધારકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)