ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત
વિધાનગર સ્થિત મહિલા આઈ.ટી.આઈ. ખાતે સાયબર સુરક્ષા અને ‘પીંક ઓક્ટોબર’ કેન્સર જાગૃતિ સેમિનાર યોજાયો
હતો.
સેમિનારમાં સર ટી. હોસ્પિટલના કેન્સર વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર (રેડિયેશન ઓન્કોલોજી) ડૉ. નિલેશકુમાર
કુચાએ મહિલાઓમાં થતા વિવિધ પ્રકારના કેન્સર અંગે માહિતી આપી જાગૃતિ અને સમયસર નિદાનનું મહત્ત્વ
સમજાવ્યું હતું. મહિલા આઈ.ટી.આઈ.ના મિહિરભાઈ ત્રિવેદીએ પ્રાસંગિક ઉદબોધન કરી સંસ્થામાં ચાલતા વિવિધ
અભ્યાસક્રમોની માહિતી આપી હતી.
જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્રના મિશન કો-ઓર્ડિનેટર સંજયભાઈ ઘાઘરેટીયાએ સાયબર સુરક્ષા અને મહિલા
સ્વાવલંબન યોજના અંગે, જ્યારે જેન્ડર સ્પેશિયાલિસ્ટ તુષારભાઈ પરમારે વ્હાલી દીકરી યોજના સહિતની મહિલાલક્ષી
યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
૧૮૧ મહિલા હેલ્પલાઇનનાં કાઉન્સેલર પ્રિયંકાબેને હેલ્પલાઇનની સેવાઓ, સખી વન સ્ટોપ સેન્ટરનાં કાર્યકર
જયશ્રીબેને સેન્ટરની કામગીરી અને પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરનાં કાઉન્સેલર દક્ષાબેને ઉપલબ્ધ સહાય
સેવાઓ અંગે જાણકારી આપી હતી.
મહિલા આઈ.ટી.આઈ.ની તાલીમાર્થી બહેનોની ઉપસ્થિતિમાં યોજાયેલા સેમિનારના અંતે પ્રશ્નોત્તરી દ્વારા તેમની
જિજ્ઞાસાનું સમાધાન કરવામાં આવ્યું હતું.