Loading Date... Gold 24K: ₹90,661 | Silver 1kg: ₹106,966 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

સાવરકુંડલામાં તાલુકા કક્ષાના ‘કલા મહાકુંભ’ની ભવ્ય ઉજવણી: ૪૦૦ જેટલા સ્પર્ધકોએ કૌશલ્ય દાખવ્યું

સાવરકુંડલામાં તાલુકા કક્ષાના ‘કલા મહાકુંભ’ની ભવ્ય ઉજવણી: ૪૦૦ જેટલા સ્પર્ધકોએ કૌશલ્ય દાખવ્યું
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના ઉપક્રમે તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, અમરેલી દ્વારા સાવરકુંડલા તાલુકા યુવક મંડળ સંચાલિત કલા મહાકુંભનું ભવ્ય આયોજન તા.

કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના ઉપક્રમે તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, અમરેલી દ્વારા સાવરકુંડલા તાલુકા યુવક મંડળ સંચાલિત ‘કલા મહાકુંભ’નું ભવ્ય આયોજન તા. ૧૧-૧૦-૨૦૨૬ના રોજ કે.કે. હાઈસ્કૂલ, સાવરકુંડલા ખાતે કરવામાં આવ્યું હતું.
​આ મહાકુંભમાં તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાથી માંડીને કોલેજ સુધીના ૪૦૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાહિત્ય, સંગીત અને કલા ક્ષેત્રની કુલ ૧૬ જેટલી સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં ૪૨ નિર્ણાયકોએ જજ તરીકે સેવા આપી હતી. તમામ સ્પર્ધકો, નિર્ણાયકો અને મહેમાનો માટે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
​સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને વ્યવસ્થા તાલુકા યુવક મંડળના પ્રમુખ દેવચંદભાઈ સાવલિયા તથા મંડળના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દેવચંદભાઈ સાવલિયા, અરવિંદભાઈ રીબડીયા, રવિભાઈ ચૌહાણ, ભરતભાઈ કોઠારી, નીતિનભાઈ નડિયાદરા, જનકભાઈ સુહાગિયા, રમેશભાઈ રવિયા, આકાશભાઈ પંડ્યા, અશોકભાઈ અગ્રાવત તેમજ અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરીના હરેશભાઈ મેટલીયાએ વિશેષ યોગદાન આપ્યું હતું, તેમ તાલુકા કન્વીનર ધર્મશંકરભાઈ ભટ્ટની યાદીમાં જણાવાયું છે.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)