Loading Date... Gold 24K: ₹90,661 | Silver 1kg: ₹106,966 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

દામનગર ના મયુર ગઢવી ભુટાનમાં બે વર્ષ ફરજ બજાવી માદરે વતન પધારતા ખુશી સામાન્ય શ્રમિક પરિવાર ના મયુર ગઢવી એ આંતરરાષ્ટ્રીય સ્તરે ફરજ માટે રાજ્ય માંથી એક માત્ર પસંદગી પામતા સમગ્ર પંથક નું ગૌરવ વધાર્યું

દામનગર ના મયુર ગઢવી ભુટાનમાં બે વર્ષ ફરજ બજાવી માદરે વતન પધારતા ખુશી સામાન્ય શ્રમિક પરિવાર ના મયુર ગઢવી એ આંતરરાષ્ટ્રીય સ્તરે ફરજ માટે રાજ્ય માંથી એક માત્ર પસંદગી પામતા સમગ્ર પંથક નું ગૌરવ વધાર્યું
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

દામનગર ના સુવાગઢ ના શ્રમજીવી ગઢવી પરિવાર ના મયુરે ભુટાનમાં બે વર્ષ ફરજ બજાવી પંથકનું ગૌરવ વધાર્યું તાજેતર માં માદરે વતન દામનગર પધારતા સર્વત્ર ખુશી પ્રગટી દામનગર શહેર ના  શિવનગર સોસાયટીમાં રહેતા અને મૂળ સુવાગઢ ગામના વતની સ્વ મનહરદાન (મનુભાઈ) ગઢવી એક સામાન્ય ઓટો રીક્ષા ચલ...

દામનગર ના સુવાગઢ ના શ્રમજીવી ગઢવી પરિવાર ના મયુરે ભુટાનમાં બે વર્ષ ફરજ બજાવી પંથકનું ગૌરવ વધાર્યું તાજેતર માં માદરે વતન દામનગર પધારતા સર્વત્ર ખુશી પ્રગટી દામનગર શહેર ના  શિવનગર સોસાયટીમાં રહેતા અને મૂળ સુવાગઢ ગામના વતની સ્વ મનહરદાન (મનુભાઈ) ગઢવી એક સામાન્ય ઓટો રીક્ષા ચલાવી બંને પુત્રરત્નો ને શિક્ષણ આપ્યું તરુણ વયે પિતા ની છત્રછાયા ગુમાવી આર્થિક તંગ સ્થિતિ વચ્ચે પુરા લગન થી વિદ્યા અભ્યાસ અને કપરી તાલીમ લઈ માતૃભૂમિ રક્ષા વિગ માં જોડાયેલ મયુર ગઢવી નું હાલ પંજાબ પોસ્ટીંગ છે  ભારતીય સેનાના જવાન ગઢવી મયુરભાઈએ ભુટાન ખાતે ઇન્ડિયન મિલિટરી ટ્રેનિંગ ટીમ (IMTRAT) સાથે બે વર્ષ સુધી ફરજ બજાવી વતન પરત ફરતાં દામનગર પંથકમાં ગૌરવની લાગણી પ્રસરી છે.
ભારતીય સેનામાં સિપાહી તરીકે દેશની સેવા કરતા ગઢવી મયુરભાઈ ની આંતરરાષ્ટ્રીય સેવા માટે  ગવર્મેન્ટ દ્વારા ગુજરાત માંથી માત્ર મયુર ગઢવી ની પસંદગી કરાય અને ભુટાન ખાતે મોકલાયેલ ભૂટાન ખાતે  બે વર્ષના કાર્યકાળ દરમિયાન પોતાની સોંપવામાં આવેલી જવાબદારીઓ નિભાવી હતી. વિદેશની ધરતી પર ભારતીય સેનાની ટીમ સાથે ફરજ બજાવવી એ ગૌરવ અને જવાબદારી બંનેની બાબત છે.
બે વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરીને તેઓ દામનગર પરત ફર્યા છે. તેમની આ સફર દેશસેવા પ્રત્યેના સમર્પણ, શિસ્ત અને કર્તવ્યનિષ્ઠાનું પ્રતીક છે. તેમની સિદ્ધિ દામનગર શહેર તેમજ મૂળ વતન સુવાગઢ માટે ગૌરવની બાબત છે.ભારતીય સેનામાં જોડાઈને દેશની રક્ષા અને સેવા કરવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે ગઢવી મયુરભાઈની આ સફર પ્રેરણારૂપ બની શકે છે.
દામનગરની ધરતીના આ જવાને ભુટાનમાં બે વર્ષ ફરજ બજાવી વતનનું ગૌરવ વધાર્યું છે. તેમના પરિવારજનો, મિત્રો અને શુભેચ્છકો તરફથી તેમને અભિનંદન પાઠવવામાં આવે છે.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)