Loading Date... Gold 24K: ₹90,486 | Silver 1kg: ₹106,760 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
બોગસ ડોક્ટરો સામે આરોગ્ય મંત્રી એક્શન મોડમાં : ૧૫ દિવસની મેગા ડ્રાઈવમાં ૩૮ બોગસ ડોક્ટરો ઝડપાયા, ૩૫ સામે FIR :- આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામા ગાંધીનગર ખાતે દિલીપ સંઘાણી સન્માન–અભિવાદન કાર્યક્રમ યોજાયો

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામા ગાંધીનગર ખાતે દિલીપ સંઘાણી સન્માન–અભિવાદન કાર્યક્રમ યોજાયો
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભારતીય સહકાર ચળવળના અગ્રણી અને ઈફકો ચેરમેન દિલીપ સંઘાણીની ઈન્ટરનેશનલ કો-ઓપરેટીવ એલાયન્સ (ICA) ના ગ્લોબલ ડીરેકટર તરીકે ચૂંટાઈ આવી દેશની સફળ સહકારી પ્રવૃતિને વૈશ્વિક મંચપર મુકી ભારતની સહકારીતાનું દર્શન કરાવ્યુ છે, આ સિધ્ધીને વધાવતા અડાલજ ખાતે માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પ...

ભારતીય સહકાર ચળવળના અગ્રણી અને ઈફકો ચેરમેન દિલીપ સંઘાણીની ઈન્ટરનેશનલ કો-ઓપરેટીવ એલાયન્સ (ICA) ના ગ્લોબલ ડીરેકટર તરીકે ચૂંટાઈ આવી દેશની સફળ સહકારી પ્રવૃતિને વૈશ્વિક મંચપર મુકી ભારતની સહકારીતાનું દર્શન કરાવ્યુ છે, આ સિધ્ધીને વધાવતા અડાલજ ખાતે માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં ભવ્ય અભિવાદન અને સન્માન સમારોહ યોજાયો હતો. આ ગૌરવપુર્ણ પ્રસંગે સંબોધન કરતા માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સબળ નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે નિર્માણ પામેલા અનુકુળ વાતાવરણના પરિણામે આજે ભારતીય નેતૃત્વને આંતરરાષ્ટ્રીય મંચ પર આવી ઐતિહાસિક સફળતાઓ મળી રહી છે. પટેલે વધુમાં જણાવેલ કે, વર્ષ ૧૯૭૮ થી ૨૦૨૬ સુધીની શ્રી દિલીપભાઈ સંઘાણીની પાંચ દાયકા લાંબી સમાજ અને સહકાર ક્ષેત્રની સર્મપિત સેવા યાત્રાને બિરદાવી હતી. તેમણે જણાવ્યુ કે, સંયુકત પરિવારની વસુદેવ કુટુમ્બકમ્ની પ્રાચિન ભારતીય ભાવનાની પ્રશંસા કરતા મુખ્યમંત્રી કહ્યુ કે, છેલ્લા ચાર વર્ષમાં ઈફકો દ્વારા નોંધપાત્ર અભુતપુર્વ પ્રગતિ અને સફળતાએ દિલીપભાઈ કાર્ય કુશળતા અને ઉત્કૃષ્ટ વહીવટી ક્ષમતાનું પ્રત્યક્ષ પરિણામ છે જે તમામ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ છે. આ ભવ્ય સમારોહમાં રાજકીય, સહકારી અને વ્યાપારીક ક્ષેત્રના અનેક દિગ્ગજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાજકોટના સાંસદ શ્રી પરશોતમભાઈ રૂપાલા, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, પુર્વ કે.સી.એમ. અને અન્નપુર્ણાધામના પ્રમુખ શ્રી નરહરિભાઈ અમીન, પુર્વ મંત્રીશ્રી વલ્લભભાઈ કાકડીયા તેમજ પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તદ્ ઉપરાંત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, અમદાવાદ બિલ્ડર એસોસીએશન, સમસ્ત પાટીદાર સમાજ, ધ ડાયસ્ટફસ એસોસીએશન સહિત વિવિધ સહકારી અને સામાજીક સંસ્થાઓના અગ્રણી, મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા અને શ્રી દિલીપ સંઘાણીને આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલી આ ભવ્ય સફળતા બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે, દિલીપ સંઘાણીની આ સિધ્ધિને સુરત, અમદાવાદ, ગાંધીનગર સહિત રાજય અને દેશમાં વિવિધ સ્થળો પર સત્કારવામાં આવી રહી છે જે નોંધનીય બાબત છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)