Loading Date... Gold 24K: ₹90,633 | Silver 1kg: ₹106,933 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

અમરેલીની કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે મોટા ભંડારિયાના વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું

અમરેલીની કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે મોટા ભંડારિયાના વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના માનનીય કુલપતિશ્રી પ્રો. (ડૉ.) સી.

ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના માનનીય કુલપતિશ્રી પ્રો. (ડૉ.) સી. કે. ટીંબડીયાના માર્ગદર્શન હેઠળ તથા કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીના આચાર્યશ્રી ડૉ. એસ. પી. દેશમુખના નેતૃત્વમાં કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી ખાતે કોલેજ ઓફ એગ્રીકલ્ચર, મોટા ભંડારિયાના સાતમા સેમેસ્ટરના ૬૫થી વધુ વિદ્યાર્થીઓએ રૂરલ એગ્રીકલ્ચરલ વર્ક એક્સપિરિયન્સ (RAWE) કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક મુલાકાત લીધી હતી.

 

આ પ્રસંગે કોલેજના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. કે. કે. બિજારણીયા,ખેતી અધિકારી શ્રી એચ.વી.વળીયા અને ખેતી મદદનીશ શ્રી એસ.એ.બારડ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે ખેતી અધિકારી શ્રી એચ. વી. વળીયાએ વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતીની આવશ્યકતા અને તેના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આધારસ્તંભો – બીજામૃત, જીવામૃત, આચ્છાદન (મલ્ચિંગ), વાફસા અને મિશ્ર પાક પદ્ધતિ વિશે વિસ્તૃત સમજ આપી હતી.

ત્યારબાદ ખેતી મદદનીશ શ્રી એસ.એ.બારડે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ તથા પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કૃષિ પેદાશોના સેવનથી થતા સ્વાસ્થ્યલક્ષી લાભો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.

 

શૈક્ષણિક મુલાકાતના ભાગરૂપે વિદ્યાર્થીઓને કોલેજના નિદર્શન પ્લોટની મુલાકાત કરાવવામાં આવી હતી. અહીં મિશ્ર પાક પદ્ધતિનાં વિવિધ મોડેલનું નિદર્શન કરીને પાકની પસંદગી, આંતરપાક પદ્ધતિ તથા તેના કૃષિ અને પર્યાવરણીય મહત્ત્વ અંગે સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત સૌરાષ્ટ્ર વિસ્તારમાં નવીન ગણાતી ડાંગરની ખેતીના નિદર્શન પ્લોટની મુલાકાત દરમિયાન ડાંગરની ખેતીની પદ્ધતિઓ અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

આ શૈક્ષણિક મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ, દેશી ગાય આધારિત ખેતી, મિશ્ર પાક પદ્ધતિ તથા પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકવામાં આવેલા ખેતીના નમૂનાઓ અંગે પ્રત્યક્ષ અને વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત થયું હતું.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)