Loading Date... Gold 24K: ₹90,633 | Silver 1kg: ₹106,933 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જયંતિ નિમિત્તે તા. ૧૧ થી ૧૮ નવેમ્બર દરમિયાન “જન જાતિય ગૌરવ સપ્તાહ”ની રાજ્યવ્યાપી ઉજવણી કરાશે

ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જયંતિ નિમિત્તે તા. ૧૧ થી ૧૮ નવેમ્બર દરમિયાન “જન જાતિય ગૌરવ સપ્તાહ”ની રાજ્યવ્યાપી ઉજવણી કરાશે
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જયંતિના અવસરે રાજ્યમાં ભવ્ય ઉજવણીના આયોજન અંગે આજે ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જયંતિના અવસરે રાજ્યમાં ભવ્ય ઉજવણીના આયોજન અંગે આજે ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આગામી તા. ૧૧ થી તા. ૧૮ નવેમ્બર ૨૦૨૬ સુધી “જન જાતિય ગૌરવ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવશે. રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાઓના તમામ વિધાનસભા મતવિસ્તારો, મહાનગરો તેમજ આદિજાતિ જિલ્લાઓ સિવાયના બાકીના જિલ્લાઓમાં જિલ્લા અને મહાનગર કક્ષાના વિવિધ કાર્યક્રમો યોજાશે.


“જન જાતિય ગૌરવ સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં છોટાઉદેપુર ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વલસાડ ખાતે ઉપસ્થીત રહેશે. આ ઉપરાંત અન્ય તમામ આદિજાતિ વિધાનસભા ક્ષેત્રોમાં રાજ્યના મંત્રીશ્રીઓની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમો સંપન્ન થશે.


આ બેઠકમાં રાજ્ય મંત્રી શ્રી પી.સી. બરંડા, શ્રી રમેશ કટારા, શ્રી જયરામ ગામીત તથા મોરચા પ્રમુખ શ્રી ગણપત વસાવા, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે, આદિજાતિ વિભાગના સચિવ શ્રી આલોક કુમાર પાંડે તેમજ નિયામક શ્રી રચિત રાજની ઉપસ્થિતિત રહ્યા હતા. 


આ સાપ્તાહિક ઉજવણી દરમિયાન જનજાતિ યુવા સંવાદ, જનજાતીય મહાનુભાવોની પ્રતિમાઓને પુષ્પાંજલિ, ગ્રામ પંચાયત દીઠ ભગવાન બિરસા મુંડાજીના જીવન ચરિત્રનું પઠન અને આરતી, દીપોત્સવ, પરંપરાગત વાદ્યો સાથે શોભાયાત્રા, પ્રબુદ્ધ નાગરિક સંમેલન, પરંપરાગત રમતોત્સવ તથા મહિલા સંમેલન જેવા વિવિધ પ્રેરણાદાયી અને રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.


આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો જોડાયા હતા. આ તમામ પ્રાયોજના અધિકારીઓ, આદિજાતિ સાંસદો, ધારાસભ્યો તેમજ આદિજાતિ મોરચાના રાજ્ય અને જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહી કાર્યક્રમના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)