Loading Date... Gold 24K: ₹90,633 | Silver 1kg: ₹106,933 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના પ્રયાસોથી ભાવનગરમાં પ્રથમ વખત ભારતીય વાયુસેનાનો ‘સૂર્યકિરણ એર શૉ’યોજાયો

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના પ્રયાસોથી ભાવનગરમાં પ્રથમ વખત ભારતીય વાયુસેનાનો ‘સૂર્યકિરણ એર શૉ’યોજાયો
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના પ્રયાસોથી ભાવનગરના બોરતળાવ (ગૌરીશંકર તળાવ) ખાતેભાવનગરના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય વાયુસેનાનો સૂર્યકિરણ એર શૉ યોજાયો હતો.કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મેયર શ્રીમતી ઉષાબેન તલર...

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના પ્રયાસોથી ભાવનગરના બોરતળાવ (ગૌરીશંકર તળાવ) ખાતે

ભાવનગરના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય વાયુસેનાનો ‘સૂર્યકિરણ એર શૉ’ યોજાયો હતો.

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મેયર શ્રીમતી ઉષાબેન તલરેજાની

વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ પ્રદર્શનમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે પોતાની અદભુત

હવાઈ કળા અને શિસ્તબદ્ધ ઉડાનનું પ્રદર્શન કર્યું હતું.

એર શૉ દરમિયાન નવ લાલ અને સફેદ રંગનાં હોક એમકે-૧૩૨ જેટ વિમાનોએ એકસાથે ઉડાન ભરી વિવિધ આકર્ષક

ફોર્મેશન, લૂપ્સ, રોલ્સ અને વિંગટિપ-ટુ-વિંગટિપ જેવા રોમાંચક હવાઈ કરતબો રજૂ કર્યા હતા. પાયલટ્સના સચોટ

તાલમેલ, અદભુત કૌશલ્ય અને શિસ્તબદ્ધ ઉડાનથી ઉપસ્થિત નાગરિકો રોમાંચિત થયા હતા.

આ પ્રદર્શન દરમિયાન વિમાનોએ કેસરી, સફેદ અને લીલા રંગના ધુમાડા દ્વારા આકાશમાં ત્રિરંગાની ભવ્ય છટા

ઉપસાવી હતી. આશરે ૩૦થી ૪૦ મિનિટ સુધી ચાલેલા આ એર શૉ એ ભાવેણાવાસીઓમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય

ગૌરવની લાગણીનો સંચાર કર્યો હતો.


એર શોના પ્રારંભે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ બેન્ડ દ્વારા ૩૦ મિનિટની દેશભક્તિની સંગીતમય પ્રસ્તુતિ કરવામાં આવી

હતી. આ પ્રસંગે બેન્ડ ટીમના સભ્યોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

ભાવનગર ખાતેના આ એર શૉ માટે બરોડાથી એરક્રાફ્ટનું સંચાલન કરવામાં આવ્યું હતું. ભાવનગરના ઇતિહાસમાં

પ્રથમ વખત યોજાયેલા આ પ્રદર્શને નગરજનોને ભારતીય વાયુસેનાની સાહસિકતા, શિસ્ત અને વિશિષ્ટ હવાઈ કળાને

પ્રત્યક્ષ નિહાળવાનો યાદગાર અવસર પૂરો પાડ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ લાધવા, ધારાસભ્યો શ્રીમતી સેજલબેન પંડ્યા, ગૌતમભાઈ ચૌહાણ

અને ભીખાભાઈ બારૈયા, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનભાઈ મહેતા, મ્યુનિસિપલ

કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા કલેક્ટર શ્રી ડૉ.મનીષ કુમાર બંસલ, સુર્યકિરણ ટીમના સ્કવોડ્રન લીડર વી.

વિક્રમ અને શરદ ગોયલ સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાવેણાના નગરજનો

ઉપસ્થિત રહ્યા હતા.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)