Loading Date... Gold 24K: ₹90,633 | Silver 1kg: ₹106,933 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘શૌર્ય સંવાદ’ કાર્યક્રમ યોજાયો

ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘શૌર્ય સંવાદ’ કાર્યક્રમ યોજાયો
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને શૌર્ય સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ભારતીય વાયુસેનાની સુર્યકિરણ ટીમના સ્કવોડ્રન લીડર વી.

ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘શૌર્ય સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ભારતીય વાયુસેનાની સુર્યકિરણ ટીમના સ્કવોડ્રન લીડર વી. વિક્રમ અને શરદ ગોયલે એનસીસીના

એરફોર્સ, આર્મી અને નેવીના કેડેટ્સ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ ભાવનગરમાં પ્રથમ વખત યોજાયેલા સૂર્યકિરણ એર શો અંગે

આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ભાવનગરના ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. બોરતળાવની

આસપાસના વિસ્તારો, અગાસીઓ અને ફાર્મહાઉસ પરથી મોટી સંખ્યામાં ભાવનગરવાસીઓએ આ ઐતિહાસિક હવાઈ

પ્રદર્શન નિહાળ્યું હતું. વાયુસેનાના પાયલટ્સના અદભુત હવાઈ કરતબો અને બેન્ડની દેશભક્તિપૂર્ણ પ્રસ્તુતિએ

નગરજનોમાં રાષ્ટ્રગૌરવની લાગણી જગાવી હતી. તેમણે આ પ્રદર્શન બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહનો આભાર વ્યક્ત કરી વાયુસેનાના જવાનોને અભિનંદન પાઠવ્યાં હતાં. સાથે જ

કાર્યક્રમની સફળતામાં સહયોગ આપનાર જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, પોલીસ વિભાગ અને

ભાવનગરવાસીઓની સરાહના કરી હતી.

સંવાદ દરમિયાન સૂર્યકિરણ ટીમના સ્કવોડ્રન લીડર વી. વિક્રમ અને શરદ ગોયલે વિદ્યાર્થીઓને ભારતીય વાયુસેનાની

કામગીરી, સશસ્ત્ર દળોમાં કારકિર્દીની તકો અને પ્રવેશ પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિંગ કમાન્ડર વિક્રમે

અગ્નિવીર તરીકે વાયુસેનામાં જોડાવા માટેની પસંદગી પ્રક્રિયા, શૈક્ષણિક અને શારીરિક લાયકાત તેમજ ધોરણ-૧૨


પછી નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) અને સ્નાતક થયા બાદ વિવિધ પ્રવેશ યોજનાઓ મારફતે અધિકારી બનવાની

તકો વિશે સમજાવ્યું હતું. મહિલા કેડેટ્સને પણ પ્રવેશની તક મળતી હોવાનું જણાવી યુવતીઓને સશસ્ત્ર દળોમાં

કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.

સૂર્યકિરણ ટીમના પાયલટ્સની પસંદગી અને વિશેષ તાલીમ અંગે સુર્યકિરણ ટીમના સ્કવોડ્રન લીડર વી. વિક્રમે

માહિતી આપતાં જણાવ્યું હતું કે, ટીમમાં ભારતીય વાયુસેનાના અનુભવી ફાઇટર પાયલટ્સની પસંદગી કરવામાં આવે

છે.તબક્કાવાર તાલીમ દ્વારા ચારથી છ અને ત્યારબાદ નવ વિમાનોની રચનામાં ઉડાન ભરવાની કુશળતા

વિકસાવવામાં આવે છે. તેમણે પોતાના ૧,૫૦૦ કલાકથી વધુના ઉડાન અનુભવ તેમજ પી.સી.-૭, સુખોઈ-૩૦

એમકેઆઈ અને રાફેલ વિમાન ઉડાવવાના અનુભવ અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.

સંવાદ દરમિયાન વિદ્યાર્થીઓએ વિમાનચાલન વખતે સલામતી, પાયલટ્સ વચ્ચે સંકલન, કટોકટીની પરિસ્થિતિમાં

લેવાતાં પગલાં, ગરુડ કમાન્ડો દળની તાલીમ અને સ્વદેશી કાવેરી એન્જિન સહિતના વિષયો અંગે પ્રશ્નો પૂછ્યા હતા.

અધિકારીઓએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપી વાયુસેનાની વિવિધ શાખાઓમાં ઉપલબ્ધ કારકિર્દીની તકો અંગે

માર્ગદર્શન આપ્યું હતું. આ સંવાદ વિદ્યાર્થીઓ માટે સશસ્ત્ર દળોની કામગીરી સમજવા અને દેશસેવાના ક્ષેત્રમાં કારકિર્દી

ઘડવાની દિશામાં પ્રેરણારૂપ બન્યો હતો.

કાર્યક્રમમાં મેયર શ્રીમતી ઉષાબેન તલરેજા, કુલપતિ શ્રી ભરત રામાનુજ, કાર્યકારી કુલ સચિવ શ્રી ભાવેશભાઈ જાની,

એમજેકોલેજના આચાર્ય શ્રી દિલીપભાઈ જોષી સહિત મોટી સંખ્યામાં એનસીસી કેડેટ્સ અને કોલેજના વિદ્યાર્થીઓ

ઉપસ્થિત રહ્યાં હતાં.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)