સતર્કતા જાગૃતિ સપ્તાહ-2026 અંતર્ગત ગાંધીનગર સ્થિત માહિતી નિયામકશ્રીની કચેરી ખાતે અધિક માહિતી નિયામક ડૉ. સંજય કચોટની અધ્યક્ષતામાં કચેરીના તમામ અધિકારીઓ અને કર્મયોગીઓએ ‘ફરજ પ્રત્યે નિષ્ઠા’ના શપથ લીધા...
આ પ્રસંગે ઉપસ્થિત તમામ કર્મયોગીઓએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતા, પારદર્શિતા અને જવાબદારી સાથે નિભાવવાનો સંકલ્પ કર્યો હતો; સરકારી કામગીરીમાં ઈમાનદારી, નૈતિક મૂલ્યો અને ભ્રષ્ટાચારમુક્ત વહીવટ પ્રત્યેની પ્રતિબદ્ધતા જાળવવા સૌએ પ્રતિજ્ઞા લીધી...
ભ્રષ્ટાચારના નિર્મૂલન અને પારદર્શક વહીવટ માટે જનજાગૃતિ કેળવવાના હેતુસર રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા તા. 31 ઓક્ટોબરથી તા. 07 નવેમ્બર, 2026 દરમિયાન ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-2026’ની ઉજવણી કરવામાં આવી રહી છે...