Loading Date... Gold 24K: ₹90,486 | Silver 1kg: ₹106,760 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
બોગસ ડોક્ટરો સામે આરોગ્ય મંત્રી એક્શન મોડમાં : ૧૫ દિવસની મેગા ડ્રાઈવમાં ૩૮ બોગસ ડોક્ટરો ઝડપાયા, ૩૫ સામે FIR :- આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

ભાવનગર જિલ્લામાં સરકાર માન્ય જમીન માપણીની કામગીરી માટે લાયસન્સી સર્વેયર બનવાની તક

ભાવનગર જિલ્લામાં સરકાર માન્ય જમીન માપણીની કામગીરી માટે લાયસન્સી સર્વેયર બનવાની તક
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભાવનગર જિલ્લામાં સરકારી માન્ય જમીન માપણીની કામગીરી માટે લાયસન્સી સર્વેયર તરીકે નોંધણી કરાવવાઇચ્છુક અને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.લાયકાત ધરાવતા ઉમેદવારોને જરૂરી તાલીમ પૂર્ણ કર્યા બાદ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સત્તાવાર નોંધણી પ્રમાણપત્ર(લાયસન્...

ભાવનગર જિલ્લામાં સરકારી માન્ય જમીન માપણીની કામગીરી માટે લાયસન્સી સર્વેયર તરીકે નોંધણી કરાવવા

ઇચ્છુક અને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

લાયકાત ધરાવતા ઉમેદવારોને જરૂરી તાલીમ પૂર્ણ કર્યા બાદ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સત્તાવાર નોંધણી પ્રમાણપત્ર

(લાયસન્સ) આપવામાં આવશે.

આ નોંધણી માટે ઉમેદવાર સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી

ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત, આઈ.ટી.આઈ. (સર્વેયર)નો કોર્સ પાસ કરેલા ઉમેદવારો પણ અરજી કરી શકશે.

જમીન દફતર ખાતામાં સર્વેયર સંવર્ગથી ઉતરતી ન હોય તેવી કોઈપણ જગ્યા પર ૧૦ વર્ષ કે તેથી વધુ સેવા

બજાવી નિવૃત્ત થયેલા અધિકારી/કર્મચારીઓ પણ અરજી કરી શકશે. આવા નિવૃત્ત ઉમેદવારો શારીરિક રીતે સક્ષમ

હોવા જોઈએ અને તેમની ઉંમર ૬૨ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

ડિપ્લોમા, સ્નાતક અને આઈ.ટી.આઈ. (સર્વેયર)ની લાયકાત ધરાવતા ઉમેદવારોની વયમર્યાદા ૧૮થી ૫૦ વર્ષની

રહેશે. તમામ ઉમેદવારોને કમ્પ્યુટરને લગતા સર્વે વિષયક પ્રોગ્રામોની જાણકારી હોવી જરૂરી છે.

લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત તથા ઓળખના અસલ અને પ્રમાણિત દસ્તાવેજો સાથે

તા. ૧૬ નવેમ્બર, ૨૦૨૬થી તા. ૨૬ નવેમ્બર, ૨૦૨૬ સુધી સવારે ૧૦:૩૦થી સાંજે ૦૬:૧૦ વાગ્યા દરમિયાન અરજી

કરવાની રહેશે.

અરજી નાયબ નિયામક, જમીન દફતર કચેરી, જી-૧૨, બહુમાળી ભવન, બસ સ્ટેશન પાછળ, ભાવનગર ખાતે રૂબરૂમાં

કરવાની રહેશે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)