Loading Date... Gold 24K: ₹89,647 | Silver 1kg: ₹105,769 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
“તેરા તુજકો અર્પણ” કાર્પક્રમ અંતર્પત અમરેલી સીટી ર્ોલીસ સ્ટેશનના અરજદારનુ પર્સ પડી ગયેલ હોય જે શોધી અરજદારને પરત સોપતિ અમરેલી સીટી પોલીસ ટીમ

સાવરકુંડલામાં દિવાળીના બીજા દિવસે સફાઈ અભિયાન: નગરપાલિકાના કર્મચારીઓની જહેમતથી રસ્તાઓ ચોખ્ખાચણાક.

સાવરકુંડલામાં દિવાળીના બીજા દિવસે સફાઈ અભિયાન: નગરપાલિકાના કર્મચારીઓની જહેમતથી રસ્તાઓ ચોખ્ખાચણાક.
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

​ભારતીય સંસ્કૃતિના મહાપર્વ દિવાળીની સાવરકુંડલા શહેરીજનો દ્વારા ભારે ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી. દીપોત્સવના આ પર્વમાં લોકોએ રાત્રિના સમયે ભારે આતિશબાજી કરી ધૂમ ફટાકડા ફોડ્યા હતા.

​ભારતીય સંસ્કૃતિના મહાપર્વ દિવાળીની સાવરકુંડલા શહેરીજનો દ્વારા ભારે ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી. દીપોત્સવના આ પર્વમાં લોકોએ રાત્રિના સમયે ભારે આતિશબાજી કરી ધૂમ ફટાકડા ફોડ્યા હતા. દિવાળીની રાત્રિના આનંદ અને રોનક બાદ, પરોઢિયું થતાં જ સાવરકુંડલા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને સુપરવાઇઝરોની સમગ્ર ટીમ સક્રિય બની ગઈ હતી.
​શહેરમાં ફટાકડાના વેસ્ટ જેવા કે કાગળ, ખોખા, અને કોકડા સહિતનો કચરો રસ્તાઓ પર ફેલાયેલો હતો. આ કચરાને વહેલી સવારે જ દૂર કરવા માટે સફાઈ ટીમ દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. કચરાગાડી પણ વહેલી સવારથી જ કાર્યરત હોય નગરપાલિકાના કર્મચારીઓની મહેનતથી શહેરના મોટાભાગના મુખ્ય માર્ગો પરથી કચરો સંપૂર્ણપણે સાફ કરી દેવાયો હતો અને રસ્તાઓ ચોખ્ખાચણાક બનાવી દેવામાં આવ્યા હતા.
​જો આ સફાઈ કર્મચારીઓ દિલ દઈને પોતાની ફરજ ન બજાવે, તો શહેરની સ્વચ્છતા જળવાવી અશક્ય બની જાય છે. આમ, સાવરકુંડલા શહેરને સ્વચ્છ અને સુઘડ રાખવામાં આ સફાઈ કર્મચારીઓનું યોગદાન અત્યંત નોંધપાત્ર ગણાય છે. મોટેભાગે તેમના આ મહત્વપૂર્ણ કાર્યને બિરદાવવા માટે પણ સૌએ સમય ફાળવવો જોઈએ. આ સંદર્ભે આપડું કુંડલા પાંધીસર ડીઝીટલ ન્યૂઝ ન્યૂઝ પોર્ટલ આ તમામ સફાઈ કર્મચારીઓ અને તેમની સમગ્ર ટીમના આ નિષ્ઠાવાન કાર્યને હૃદયપૂર્વક બિરદાવે છે. સાથે જ, તમામ કર્મચારીઓને નૂતન વર્ષ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવવાની સાથે તેમનું આરોગ્ય ઉત્તમ રહે અને તેઓ આર્થિક પ્રગતિ કરે તેવી શુભાશિષ પાઠવે છે.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)