Loading Date... Gold 24K: ₹89,710 | Silver 1kg: ₹105,844 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
ગરીબોને ધરમાં દિવાળીનો દીપક પ્રજ્વલિત કરીએ : કસવાલા

ગરીબોને ધરમાં દિવાળીનો દીપક પ્રજ્વલિત કરીએ : કસવાલા

ગરીબોને ધરમાં દિવાળીનો દીપક પ્રજ્વલિત કરીએ :  કસવાલા
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

પ્રધાનમંત્રીશ્રી  નરેન્દ્રમોદીના વોકલ ફોર લોકલના નાં આહ્વાન ને પરંપરા બનાવતા : ધારાસભ્યશ્રી મહેશ કસવાલા---------સ્થાનિક બજારને વેગ આપવા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની પહેલ----------------આપણું શહેર, આપણા વેપારીઓ – ખરીદી કરીએ સ્થાનિક બજારમાં શ્રી કસવાલા--------------*ધારાસભ્ય...

પ્રધાનમંત્રીશ્રી  નરેન્દ્રમોદીના વોકલ ફોર લોકલના નાં આહ્વાન ને પરંપરા બનાવતા : ધારાસભ્યશ્રી મહેશ કસવાલા

---------

સ્થાનિક બજારને વેગ આપવા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની પહેલ

----------------

આપણું શહેર, આપણા વેપારીઓ – ખરીદી કરીએ સ્થાનિક બજારમાં શ્રી કસવાલા

--------------

*ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા,શહેર ભાજપ પ્રમુખ અનિરુધ સિહ રાઠોડ,નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયા સહીત ટીમ સાવરકુંડલા સાથે સ્થાનિક દુકાનોની મુલાકાત લઈ ખરીદી કરી; નાના વેપારીઓ, સ્વદેશી ઉત્પાદનો અને સ્થાનિક બજારને પ્રોત્સાહન આપવાનો નાગરિકોને સંદેશ પાઠવ્યો.

 

*તારીખ: ૦૮ નવેમ્બર, ૨૦૨૬

*સ્થળ: સાવરકુંડલા, જિલ્લો અમરેલી

 

સાવરકુંડલા શહેરમાં દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલા ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને પ્રોત્સાહન આપવા માટે સાવરકુંડલા-લીલિયા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ સ્થાનિક નાના વેપારીઓ પાસેથી ખરીદી કરી હતી. આ પ્રસંગે તેમની સાથે ‘ટીમ સાવરકુંડલા’ના સભ્યોએ પણ સ્થાનિક દુકાનોની મુલાકાત લઈ વિવિધ વસ્તુઓની ખરીદી કરી હતી.

 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના નાગરિકોને સ્થાનિક ઉત્પાદનો ખરીદવા, સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે ‘વોકલ ફોર લોકલ’નો સંદેશ આપવામાં આવ્યો છે. આ જ સંદેશને જનજીવનમાં ઉતારવાના હેતુથી ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ પોતે સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરીને એક પ્રેરણાદાયી પહેલ કરી હતી.

 

આ પ્રસંગે ધારાસભ્યશ્રી અને તેમની ટીમે શહેરના નાના વેપારીઓ સાથે સંવાદ સાધ્યો હતો અને તેમની દુકાનોમાંથી ખરીદી કરી હતી. નાના વેપારીઓ શહેરની આર્થિક વ્યવસ્થાનો મહત્વનો હિસ્સો છે. તેમના વ્યવસાયને પ્રોત્સાહન મળે, સ્થાનિક બજારમાં ખરીદી વધે અને વેપારીઓને આર્થિક રીતે વધુ સક્ષમ બનવાની તક મળે તે દિશામાં આ પહેલ કરવામાં આવી હતી.

 

ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો ‘વોકલ ફોર લોકલ’નો સંકલ્પ દેશના નાના વેપારીઓ, કારીગરો, સ્થાનિક ઉત્પાદકો અને સ્વરોજગાર સાથે જોડાયેલા નાગરિકો માટે પ્રોત્સાહક છે. આપણે જ્યારે આપણા શહેરના સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરીએ છીએ ત્યારે આપણા શહેરના વેપાર-ધંધાને વેગ આપવાની સાથે સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવામાં પણ સહભાગી બનીએ છીએ.

 

તેમણે નાગરિકોને પણ અપીલ કરી હતી કે તહેવારો હોય કે રોજિંદી જરૂરિયાતની વસ્તુઓની ખરીદી, શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક બજાર અને નાના વેપારીઓને પ્રાથમિકતા આપવી જોઈએ. સ્થાનિક વેપારીઓને મળતો સહયોગ અનેક પરિવારોની આજીવિકાને મજબૂત બનાવવામાં મદદરૂપ બની શકે છે.

 

આ રીતે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા અને ‘ટીમ સાવરકુંડલા’ દ્વારા કરવામાં આવેલી આ પહેલના માધ્યમથી સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવા સાથે ‘વોકલ ફોર લોકલ’નો સંદેશ નાગરિકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

 

*સ્થાનિક વેપારી પાસેથી ખરીદી એ માત્ર ખરીદી નથી, પરંતુ પોતાના શહેરના વેપાર, રોજગાર અને આર્થિક વિકાસમાં સહભાગી બનવાનો એક પ્રયાસ છે.*

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)