Loading Date... Gold 24K: ₹89,647 | Silver 1kg: ₹105,769 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
“તેરા તુજકો અર્પણ” કાર્પક્રમ અંતર્પત અમરેલી સીટી ર્ોલીસ સ્ટેશનના અરજદારનુ પર્સ પડી ગયેલ હોય જે શોધી અરજદારને પરત સોપતિ અમરેલી સીટી પોલીસ ટીમ

સાવરકુંડલામાં દિવાળી પર્વે પરંપરાગત ‘ઈંગોરિયા યુદ્ધ’ યોજાયું: સામાજિક સમરસતા અને ઉત્સાહનો અદભુત માહોલ.

સાવરકુંડલામાં દિવાળી પર્વે પરંપરાગત ‘ઈંગોરિયા યુદ્ધ’ યોજાયું: સામાજિક સમરસતા અને ઉત્સાહનો અદભુત માહોલ.
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

​સાવરકુંડલા શહેરમાં દિવાળી પર્વ નિમિત્તે આ વર્ષે પણ પરંપરાગત ઈંગોરિયા યુદ્ધ ભારે ઉત્સાહ અને રોમાંચ સાથે યોજાયું હતું. નાત-જાતના તમામ ભેદભાવો મિટાવીને ખેલાતી આ અંદાજે ૧૫૦ વર્ષ જૂની રમત સાવરકુંડલાની અસ્મિતા અને આગવી ઓળખ બની ચૂકી છે.​દેખાવમાં ભલે યુદ્ધ જેવું લાગે, પરંતુ આ રમત ન...

​સાવરકુંડલા શહેરમાં દિવાળી પર્વ નિમિત્તે આ વર્ષે પણ પરંપરાગત ‘ઈંગોરિયા યુદ્ધ’ ભારે ઉત્સાહ અને રોમાંચ સાથે યોજાયું હતું. નાત-જાતના તમામ ભેદભાવો મિટાવીને ખેલાતી આ અંદાજે ૧૫૦ વર્ષ જૂની રમત સાવરકુંડલાની અસ્મિતા અને આગવી ઓળખ બની ચૂકી છે.
​દેખાવમાં ભલે ‘યુદ્ધ’ જેવું લાગે, પરંતુ આ રમત નિર્દોષ સામાજિક સૌહાર્દ, અખૂટ પ્રેમ અને હર્બલ ફટાકડા જેવી અદભુત રમતનું પ્રતીક છે. દિવાળીની રાત્રે દેવળા ગેઇટથી લઈને નાવલી નદી સુધીના વિસ્તારમાં હમાસ-ઇઝરાયલ યુદ્ધ જેવા રોમાંચક દ્રશ્યો સર્જાયા હતા. રાત્રિના અંધકારમાં અગ્નિના ગોળા જેવા ઇંગોરિયા એકબીજા પર ફેંકીને રમતવીરોએ મુક્તમને આ આનંદ માણ્યો હતો. કોઈપણ પ્રકારના જ્ઞાતિવાદ કે જાતિવાદ વગર હિન્દુ-મુસ્લિમો હળીમળીને આ પરંપરામાં જોડાય છે.
​સાવરકુંડલાની આ ઐતિહાસિક ક્ષણને નિહાળવા સ્થાનિકો ઉપરાંત મુંબઈ, અમદાવાદ અને બેંગ્લોર જેવા મોટા શહેરોમાંથી પણ પ્રવાસીઓ આવ્યા હતા. આ પ્રસંગે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને ડાંગ એસપી પૂજા યાદવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ પણ હાથમાં ઇંગોરિયા લઈને આતિશબાજી કરી હતી અને રમતનો આનંદ માણ્યો હતો. આ સાથે જ નાવલી નદી ખાતે ભવ્ય ફાયર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
​આ ભવ્ય આયોજન દરમિયાન સુરક્ષા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી હતી. કોઈપણ નાની-મોટી ઈજા કે આપત્તિના સમયે ત્વરિત સારવાર મળી રહે તે માટે પોલીસ, ફાયર વિભાગ અને તબીબી ટીમ ખડેપગે સેવા બજાવતી નજરે પડી હતી. કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)