Loading Date... Gold 24K: ₹89,647 | Silver 1kg: ₹105,769 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
“તેરા તુજકો અર્પણ” કાર્પક્રમ અંતર્પત અમરેલી સીટી ર્ોલીસ સ્ટેશનના અરજદારનુ પર્સ પડી ગયેલ હોય જે શોધી અરજદારને પરત સોપતિ અમરેલી સીટી પોલીસ ટીમ

સાવરકુંડલામાં શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે ભવ્ય અન્નકૂટ મહોત્સવ અને કીર્તન આરાધના સંપન્ન

સાવરકુંડલામાં શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે ભવ્ય અન્નકૂટ મહોત્સવ અને કીર્તન આરાધના સંપન્ન
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

​સાવરકુંડલાની શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે સોમવાર, તા. ૯/૧૧/૨૦૨૬ (સંવત ૨૦૮૨ આસો વદ અમાસ)ના રોજ ભવ્ય અન્નકૂટ મહોત્સવ અને ધાર્મિક ઉત્સવનું અદભુત આયોજન કરવામાં આવ્યું હતું.

​સાવરકુંડલાની શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે સોમવાર, તા. ૯/૧૧/૨૦૨૬ (સંવત ૨૦૮૨ આસો વદ અમાસ)ના રોજ ભવ્ય અન્નકૂટ મહોત્સવ અને ધાર્મિક ઉત્સવનું અદભુત આયોજન કરવામાં આવ્યું હતું. હવેલી શેરી, સોની બજાર સ્થિત આ પવિત્ર ધામમાં યોજાયેલા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ ઉપસ્થિત રહીને ધર્મલાભ લીધો હતો.  
​કાર્યક્રમની શરૂઆત મંગળા સવારે ભક્તિસભર માહોલમાં થઈ હતી. સવારે ૯:૦૦ કલાકે વિધિવત શ્રી ગોવર્ધન પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારે ૧૧:૧૫ થી બપોરે ૧૨:૪૫ કલાક દરમિયાન ભવ્ય અન્નકૂટ ઉત્સવ યોજાયો હતો, જેમાં ઠાકોરજી સમક્ષ વિવિધ અન્નકૂટ સામગ્રી ધરવામાં આવી હતી. દર્શન અને પ્રસાદનો વિશેષ સમય બપોરે ૧:૩૦ કલાકનો રાખવામાં આવ્યો હતો. શૃંગાર તથા સાંજના તમામ દર્શન ભીતરમાં જ યોજાયા હતા.  
​આ ઉત્સવના મુખ્ય મનોરથી તરીકે શ્રીના કૃપાપાત્ર પ.ભ. શ્રી ભારતીબેન નવનીતરાય ગઢીયા (હસ્તે પ.ભ. રશ્મિનભાઈ ગઢીયા - ગઢીયા કેમિકલ્સ, સાવરકુંડલા) રહ્યા હતા. ઉત્સવને વધુ દીપાવવા માટે 'શ્રી દ્વારકેશ કીર્તન મંડળી' દ્વારા કીર્તનની રમઝટ બોલાવવામાં આવી હતી, જેના પર ભક્તોએ કીર્તનનો દિવ્ય આનંદ માણ્યો હતો.  
​સમગ્ર આયોજન શ્રી ગોવર્ધનનાથજી હવેલી ટ્રસ્ટ - સાવરકુંડલા દ્વારા કરવામાં આવ્યું હતું. બહેનો અને ભાઈઓ માટે દર્શન તથા પ્રસાદની અલગ સુવ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી તમામ વૈષ્ણવોએ શાંતિપૂર્ણ રીતે ઉત્સવનોલાભ લીધો હતો.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)