Loading Date... Gold 24K: ₹89,647 | Silver 1kg: ₹105,769 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
“તેરા તુજકો અર્પણ” કાર્પક્રમ અંતર્પત અમરેલી સીટી ર્ોલીસ સ્ટેશનના અરજદારનુ પર્સ પડી ગયેલ હોય જે શોધી અરજદારને પરત સોપતિ અમરેલી સીટી પોલીસ ટીમ

વીર આહીર દેવાયત બોદર કર્મચારી ગૃપ-ભાવનગર દ્વારા ભગવાન દ્વારિકાધીશના અધ્યક્ષ સ્થાને યોજાયો છાપરી મુકામે નવમો ઈનામ વિતરણ કાર્યક્રમ.

વીર આહીર દેવાયત બોદર કર્મચારી ગૃપ-ભાવનગર દ્વારા ભગવાન દ્વારિકાધીશના અધ્યક્ષ સ્થાને યોજાયો છાપરી મુકામે નવમો ઈનામ વિતરણ કાર્યક્રમ.
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

આ કાર્યક્રમમાં મહાકાળી આશ્રમ ઠવી વિરડીથી જયવીરનાથ બાપુ,આંતરરાષ્ટ્રીય લોક સાહિત્યકાર માયાભાઈ આહીર,સુરતનાં બિલ્ડર મયુરભાઈ ભાદરકા,જીવરાજભાઈ ભાદરકા,તળાજા જીનિંગ એસોસિયેશનના પ્રમુખ મધુભાઈ ભાદરકા,માર્કેટીંગ યાર્ડ તળાજાના વાઇસ ચેરમેન બાબુભાઇ ભાદરકા,ડૉ.

આ કાર્યક્રમમાં મહાકાળી આશ્રમ ઠવી વિરડીથી જયવીરનાથ બાપુ,આંતરરાષ્ટ્રીય લોક સાહિત્યકાર માયાભાઈ આહીર,સુરતનાં બિલ્ડર મયુરભાઈ ભાદરકા,જીવરાજભાઈ ભાદરકા,તળાજા જીનિંગ એસોસિયેશનના પ્રમુખ મધુભાઈ ભાદરકા,માર્કેટીંગ યાર્ડ તળાજાના વાઇસ ચેરમેન બાબુભાઇ ભાદરકા,ડૉ. જીવરાજભાઈ સોલંકી,ડૉ. દાનુભાઈ મોરી,ડૉ. ભુપતભાઇ ચોપડા, તથા લોકસાહિત્યકાર રાજુભાઈ આહીર તથા જાહલબેન આહીર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અમિષાબેન તથા જસુભાઈ ભમ્મર તથા બહોળી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, વડીલો,યુવાનો અને કુલ 2500 જેટલા સમાજનાં લોકો મળી કાર્યક્રમને સફળ બનાવ્યો.

આ કાર્યક્રમમાં સમાજ હિત અને આગામી સમયમાં શિક્ષણના મહત્વ વિશે ચર્ચાઓ કરવામાં આવી.સાથે નવનિયુક્ત 90 જેટલા કર્મચારીઓ અને ડોકટરી ડિગ્રી પૂર્ણ કરનાર યુવાનો તથા 1થી3 નંબર પ્રાપ્ત કરનાર ધોરણ 8 થી માસ્ટર ડિગ્રી તથા  રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર 60 જેટલા વિદ્યાર્થીઓને સમાજ શ્રેષ્ઠી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.સાથે બીજા અન્ય 354 જેટલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા.

સાથે માયાભાઈ આહીર,જીવરાજભાઈ ભાદરકા,મધુભાઈ ભાદરકા અને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા સામાજિક એકતાઅને શિક્ષણની જરૂરિયાતો અંગે ચર્ચાઓ કરી,સમય સાથે તાલ મિલાવી અને સમયની માંગ અનુસાર જીવન ધોરણ અને કાર્યક્ષેત્રમાં બદલાવ લાવવાની અપીલ કરી.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)