Loading Date... Gold 24K: ₹90,650 | Silver 1kg: ₹106,953 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

જાહેર જીવનની જેમ રમતના મેદાનમાં પણ સક્રિય ડો. કાનાબાર

જાહેર જીવનની જેમ રમતના મેદાનમાં પણ સક્રિય ડો. કાનાબાર
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ટેબલ ટેનિસ, બેડમિન્ટન અને હવે લોન ટેનીસમાં પણ ખેલ મહાકુંભમાં જીિલ્લામાં સર્વપ્રથમ સ્થાન પ્રાપ્ત કરતાં ડો. ભરત કાનાબાર. લોકોના પ્રશ્નો હોય કે ખેડૂતોની વેદના હોય, રેતી ચોરીનું દૂષણ હોય કે તંત્રમાં ચાલતાં ભ્રષ્ટાચારની બાબત હોય – હરહંમેશ નિભિંકતાથી અવાજ

ટેબલ ટેનિસ, બેડમિન્ટન અને હવે લોન ટેનીસમાં પણ ખેલ મહાકુંભમાં જીિલ્લામાં સર્વપ્રથમ સ્થાન પ્રાપ્ત કરતાં ડો. ભરત કાનાબાર. લોકોના પ્રશ્નો હોય કે ખેડૂતોની વેદના હોય, રેતી ચોરીનું દૂષણ હોય કે તંત્રમાં ચાલતાં ભ્રષ્ટાચારની બાબત હોય – હરહંમેશ નિભિંકતાથી અવાજ ઉઠાવતા ડો. ભરત કાનાબાર સ્પોર્ટસમાં પણ એટલા જ સક્રિય છે. વાંચન, સંગીતની જેમ રમતગમત પણ તેમનો […]

ટેબલ ટેનિસ, બેડમિન્ટન અને હવે લોન ટેનીસમાં પણ ખેલ મહાકુંભમાં જીિલ્લામાં સર્વપ્રથમ સ્થાન પ્રાપ્ત કરતાં ડો. ભરત કાનાબાર. લોકોના પ્રશ્નો હોય કે ખેડૂતોની વેદના હોય, રેતી ચોરીનું દૂષણ હોય કે તંત્રમાં ચાલતાં ભ્રષ્ટાચારની બાબત હોય – હરહંમેશ નિભિંકતાથી અવાજ ઉઠાવતા ડો. ભરત કાનાબાર સ્પોર્ટસમાં પણ એટલા જ સક્રિય છે. વાંચન, સંગીતની જેમ રમતગમત પણ તેમનો પ્રિય શોખ છે. સતત ચાર વર્ષ સુધી ખેલ મહાકુંભની સ્પર્ધામાં ટેબલ ટેનીસમાં જીિલ્લામાં ચેમ્પિયન બનનાર ડો. કાનાબારે ત્યારબાદ બેડમિન્ટનમાં પણ ૬૦+ કેટેગરીમાં સતત ત્રણ વર્ષ સુધી અમરેલી જીિલ્લામાં ચેમ્પિયન રહ્યા, એટલું જ નહીં પણ અનિલભાઈ ઠાકર સાથેની તેમની જોડી બેડમિન્ટનમાં ડબલ્સમાં પણ અમરેલી જીિલ્લામાં પ્રથમ રહી હતી અને ત્યારબાદ રાજકોટ ખાતે રાજય કક્ષાની ટુર્નામેન્ટમાં બેડમિન્ટનમાં ડબલ્સમાં આ જોડી ચોથા રાઉન્ડ સુધી પહોંચી હતી.છેલ્લા ૬ મહિનાથી તેમણે લોન ટેનીસ પર હાથ અજમાવ્યો છે. જીંદગીમાં પ્રથમવાર લોન ટેનીસનું રેકેટ પકડેલ પણ જાણિતા કોચ અનિલભાઈ સૈનીના માર્ગદર્શનમાં આ વર્ષે ટેનીસમાં પણ જીલ્લા ચેમ્પિયન બન્યા છે.
મોટી ઉમરે બેડમિન્ટન અને ટેનીસ રમવાનું ચાલું કરવા છતાં આ બંને રમતોમાં 5o+ કેટેગરીમાં સતત વિજેતા બનતા ડો. ભરત કાનાબારે યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂં પાડયુ છે. તેમની આ સફળતા માટે ડો. કાનાબાર પર જીિલ્લા ભરમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)