તાજેતરમાં રાજકોટના એરપોર્ટ રોડ વિસ્તારમાં હત્યા અને લૂંટના આરોપીને હથિયાર રિકવરી માટે લઈ જવામાં આવ્યા ત્યારે આરોપીઓ દ્વારા પોલીસ પર અચાનક ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. આ ગોળીબારની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ વી.ડી. ડોડીયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ફરજ પર હાજર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર આ પ્રકારે ઘાતક હથિયારોથી હુમલો કરવો એ માત્ર કાયદો અને વ્યવસ્થા પર જ નહીં, પરંતુ સમગ્ર સમાજની સુરક્ષા પર સીધો પ્રહાર છે.
આ અત્યંત ગંભીર અને અક્ષમ્ય અપરાધને સખત શબ્દોમાં વખోડતા હ્યુમન રાઇટ્સ ફેડરેશનના આંતરરાષ્ટ્રીય પ્રમુખ મહેન્દ્ર સુરેશભાઈ આયલાણી દ્વારા ભારતની મહામહિમ રાષ્ટ્રપતિશ્રી સમક્ષ સત્તાવાર ઓનલાઈન રજૂઆત (રજીસ્ટ્રેશન નંબર: RB/MSG/26101618357) કરવામાં આવી છે.
સંસ્થા દ્વારા માંગ કરવામાં આવી છે કે:
- આ જઘન્ય અપરાધમાં સંડોવાયેલા આરોપીઓ સામે ફાસ્ટ ટ્રૅક કોર્ટ દ્વારા કેસ ચલાવીને તેમને દાખલારૂપ જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ અસામાજિક તત્વ કાયદો હાથમાં લેવાની હિંમત ન કરે.
- ફરજ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા બહાદુર પોલીસ અધિકારી પીએસઆઈ વી.ડી. ડોડીયાને ઉત્તમ સ્તરની તબીબી સારવાર અને યોગ્ય આર્થિક સહાય પૂરી પાડવામાં આવે.
- દેશભરમાં અને રાજ્યમાં રક્ષકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ કર્મચારીઓ પર હુમલા કરનાર અપરાધીઓ સામે અત્યંત સત્વરે અને કડક પગલાં લેવામાં આવે.
લોકશાહી અને કાયદાના શાસનની રક્ષા માટે આ મામલે ત્વરિત અને કડક કાર્યવાહી કરવા હ્યુમન રાઇટ્સ ફેડરેશન દ્વારા ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે.