Loading Date... Gold 24K: ₹90,661 | Silver 1kg: ₹106,966 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં પશુ દવાખાનાંનાં કામો માટે રૂ. ૪.૧૯ કરોડની મંજૂરી, ક્રાંકચ, પાંચતલાવડા, વંડા અને વીજપડી સહિતનાં ગામોમાં પશુ આરોગ્ય સેવાઓને મળશે વેગ

સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં પશુ દવાખાનાંનાં કામો માટે રૂ. ૪.૧૯ કરોડની મંજૂરી, ક્રાંકચ, પાંચતલાવડા, વંડા અને વીજપડી સહિતનાં ગામોમાં પશુ આરોગ્ય સેવાઓને મળશે વેગ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા ગુજરાત સરકારના કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનો ધારાસભ્યશ્રીએ મહેશભાઈ કસવાલાએ માન્યો આભાર માન્યો હતો--------સાવરકુંડલા : સાવરકુંડલા વિધાનસભા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલન વ્યવસાયને વધુ સુદૃઢ બનાવવ...

ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા ગુજરાત સરકારના કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનો ધારાસભ્યશ્રીએ મહેશભાઈ કસવાલાએ માન્યો આભાર માન્યો હતો

--------
સાવરકુંડલા : સાવરકુંડલા વિધાનસભા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલન વ્યવસાયને વધુ સુદૃઢ બનાવવા અને પશુપાલકોને પશુઓની સારવાર માટે સ્થાનિક સ્તરે સુવિધા મળી રહે તેવા હેતુથી પશુ દવાખાનાંનાં બાંધકામ માટે કુલ રૂ. ૪.૧૯ કરોડનાં કામોને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરીથી વિસ્તારના પશુપાલકોને પશુ આરોગ્ય સેવાઓની વધુ સારી સુવિધા ઉપલબ્ધ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સાવરકુંડલા વિધાનસભા વિસ્તારના અનેક ગામોમાં પશુપાલન ગ્રામ્ય અર્થતંત્રનો મહત્ત્વનો હિસ્સો છે. ખેડૂતો અને પશુપાલકો ગાય, ભેંસ સહિતનાં પશુઓના પાલન થકી પોતાની આજીવિકા ચલાવે છે. આવા સંજોગોમાં પશુઓને સમયસર સારવાર, રોગચાળાથી બચાવ અને પશુ આરોગ્યની જરૂરી સુવિધાઓ ગામની નજીક જ ઉપલબ્ધ થાય તે અત્યંત જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પશુ દવાખાનાંનાં બાંધકામ માટે મંજૂરી મળવી વિસ્તારના પશુપાલકો માટે મહત્ત્વપૂર્ણ બાબત ગણાય છે.
સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં પશુ દવાખાનાંનાં બાંધકામ માટે ક્રાંકચ ૧.૧૧ કરોડ , પાંચતલાવડા ૦.૮૬ લાખ, વંડા ૧.૧૧ કરોડ અને વીજપડી ૧.૧૧ કરોડ સહિતનાં ગામો માટે નાણાકીય મંજૂરી આપવામાં આવી છે. આ કામો પૂર્ણ થયા બાદ સ્થાનિક પશુપાલકોને પશુઓની સારવાર માટે દૂરનાં સ્થળોએ જવાની મુશ્કેલીમાં રાહત મળી શકે છે. સાથે જ પશુઓની સમયસર તપાસ, જરૂરી સારવાર અને પશુ આરોગ્યને લગતી સેવાઓ વધુ સુલભ બનશે.
પશુ દવાખાનાં જેવી પાયાની સુવિધાઓના વિકાસથી ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલન વ્યવસાયને પ્રોત્સાહન મળશે. પશુઓની યોગ્ય સારવાર ઉપલબ્ધ થવાથી પશુપાલકોને પશુ આરોગ્ય જાળવવામાં મદદ મળશે અને પશુધનના સંરક્ષણ માટે પણ આ સુવિધાઓ ઉપયોગી સાબિત થઈ શકે છે.
આ વિકાસલક્ષી કામોને મંજૂરી આપવા બદલ  ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબતેમજ  ગુજરાત સરકારના મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનો શ્રી કસવાલાએ આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી કસવાલાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે પશુપાલન ક્ષેત્રની સુવિધાઓમાં વધારો કરવો જરૂરી છે. પશુ દવાખાનાંનાં બાંધકામ માટે મળેલી મંજૂરીથી વિસ્તારના પશુપાલકોને લાભ મળશે અને પશુ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં મદદ મળશે.
શ્રી કસવાલાએ વધુમાં આ આશા વ્યક્ત કરી હતી કે, મંજૂર થયેલાં કામો સમયસર પૂર્ણ થાય અને તેનો લાભ સાવરકુંડલા વિધાનસભા વિસ્તારના પશુપાલકોને મળે. પશુ દવાખાનાંની સુવિધાઓ વિકસવાથી પશુપાલકોને પોતાના ગામની નજીક જ સારવારની સુવિધા મળવાની સાથે પશુધનની યોગ્ય સંભાળ રાખવામાં પણ સરળતા રહેશે.
આમ, સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં પશુ દવાખાનાંનાં બાંધકામ માટે રૂ. ૪.૧૯ કરોડની મંજૂરી મળવી પશુપાલન ક્ષેત્રના વિકાસની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ કામો સાકાર થતાં ગ્રામ્ય વિસ્તારોમાં પશુ આરોગ્ય સેવાઓનો વ્યાપ વધશે અને પશુપાલકોને તેનો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)