Loading Date... Gold 24K: ₹89,138 | Silver 1kg: ₹105,168 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજુલા તાલુકાના સમૂહખેતી ગામે અનુસૂચિત જાતિ પરિવારનું આતિથ્ય માણ્યું

રાંધે ત્યાં દાઝે! ધોળું એ બધું દૂધ નથી હોતું ઇતિહાસ માંથી બોધ લેવો જોઈએ દાતાનો ત્યાગ, જાળવણીમાં સંસ્થાનો સેવાભાવ અને ઉપયોગમાં જનતાનો અધિકાર — આ ત્રણેયનો સમન્વય જ સાચો લોકકલ્યાણકારી વિકાસ છે

રાંધે ત્યાં દાઝે! ધોળું એ બધું દૂધ નથી હોતું ઇતિહાસ માંથી બોધ લેવો જોઈએ દાતાનો ત્યાગ, જાળવણીમાં સંસ્થાનો સેવાભાવ અને ઉપયોગમાં જનતાનો અધિકાર — આ ત્રણેયનો સમન્વય જ સાચો લોકકલ્યાણકારી વિકાસ છે
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

લોકભાગીદારીથી સર્જાયેલી સંપત્તિ પર એકાધિકાર કેમ? લોકાર્પણ પછી લોકહિતની જવાબદારી કોની?લોકભાગીદારીથી સર્જાયેલો વિકાસ લોકાર્પણ બાદ કોઈના એકાધિકાર માટે નહીં, પરંતુ સૌના અધિકાર અને સૌના કલ્યાણ માટે હોવો જોઈએ.

લોકભાગીદારીથી સર્જાયેલી સંપત્તિ પર એકાધિકાર કેમ? લોકાર્પણ પછી લોકહિતની જવાબદારી કોની?

"લોકભાગીદારીથી સર્જાયેલો વિકાસ લોકાર્પણ બાદ કોઈના એકાધિકાર માટે નહીં, પરંતુ સૌના અધિકાર અને સૌના કલ્યાણ માટે હોવો જોઈએ. દાનમાં ત્યાગ હોવો જોઈએ, સંચાલનમાં સેવા હોવી જોઈએ અને વિકાસમાં જનહિત હોવું જોઈએ."
ગુજરાતના સામાજિક વિકાસના ઇતિહાસમાં સરકારની યોજનાકીય ગ્રાન્ટ, ઉદારદિલ દાતાઓનું આર્થિક યોગદાન અને લોકભાગીદારીથી અનેક લોકઉપયોગી સુવિધાઓનું નિર્માણ થયું છે. આરોગ્ય, શિક્ષણ, જળસંસાધન, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે ઊભી થયેલી આવી સંપત્તિઓ સમાજની સહિયારી મૂડી છે. પરંતુ એક સવાલ વારંવાર ઊભો થાય છે કે લોકાર્પણ સુધી સૌનો સહયોગ અને ત્યારબાદ સંચાલનમાં એકાધિકાર કેમ?
"ઇતિહાસમાંથી બોધપાઠ લેવાની જરૂર" સ્વ. કેશુભાઈ પટેલના શાસનકાળ દરમિયાન જલધારા સંસ્થાન મારફતે જળસંસાધન ક્ષેત્રે સરકાર અને ઉદારદિલ દાતાઓના સહયોગથી મોટા પાયે કામગીરી થઈ હતી. સિંચાઈ અને જળસંચય માટે JCB મશીનો, હિટાચી સહિતનાં અનેક યાંત્રિક સાધનો વસાવવામાં આવ્યા હતા. આટલી મોટી મૂડીથી ઊભી થયેલી સાધનસંપત્તિનો આજે કેટલો ઉપયોગ થાય છે? તે ક્યાં છે? તેની જાળવણી અને સંચાલન કોણ કરે છે? ક્યારેક ગામના પાદરે વર્કશોપમાં લાલ સંણોઠી જેવો સ્કેપ રૂપે પડેલાં યંત્રોની સ્થિતિ અંગે પણ સવાલો ઊઠતા હતા. આજે આ સાધનો અને સંસ્થાની કામગીરી અંગે જાહેર માહિતી ઉપલબ્ધ છે ખરી? આ જ રીતે સ્વ. ચીમનભાઈ પટેલના શાસનકાળ દરમિયાન ઉદારદિલ દાતા પરિવારોના સહયોગથી અનેક સ્થળોએ PAC અને CAC જેવા આરોગ્યલક્ષી કેન્દ્રો ઊભાં થયાં. આરોગ્ય પ્રવૃત્તિઓને વેગ મળ્યો. પરંતુ સમય જતાં આ સંસ્થાઓની કામગીરી, સંચાલન અને સેવા ક્યાંક અલ્પજીવી બની ગયાં હોવાના દાખલા પણ ચર્ચામાં રહ્યા છે.
પ્રશ્ન દાનનો નથી, પ્રશ્ન દાનથી સર્જાયેલી સંપત્તિના ભવિષ્યનો છે.દાન આપવું સહેલું, જાળવવું અઘરું!
આજે સુખી-સંપન્ન પરિવારો અને દાતાઓ દ્વારા હોસ્પિટલો, શાળાઓ, જળમંદિરો, ધાર્મિક સંસ્થાઓ, પુસ્તકાલયો, એમ્બ્યુલન્સ, સદાવ્રતો, દરવાજા, બાગ-બગીચા અને અનેક લોકોપયોગી સુવિધાઓ ઊભી કરવામાં આવે છે. આ સમાજ માટે ગૌરવની બાબત છે.પરંતુ દુઃખદ વાસ્તવિકતા એ છે કે અનેક સ્થળોએ લોકાર્પણ પછી યોગ્ય સંચાલનના અભાવે આવી સંપત્તિઓ અલ્પજીવી બની જાય છે. ક્યાંક તાળાં લાગી જાય છે, ક્યાંક સાધનો નકામા બને છે, તો ક્યાંક સુંદર ઇમારતો ખંડેર બનવા લાગે છે.
કોઈ પણ જાહેરહિતની સંપત્તિ માત્ર બનાવવાથી તેનું સામાજિક કર્તવ્ય પૂર્ણ થતું નથી. તેની જાળવણી, નિયમિત ઉપયોગ, નાણાકીય પારદર્શિતા અને જવાબદાર સંચાલન એટલાં જ જરૂરી છે.
દુધાળાનો મુદ્દો અને સમાજ સમક્ષ ઊભો થયેલો પ્રશ્ન
તાજેતરમાં લાઠી તાલુકાના દુધાળા ગામનો લોકભાગીદારીથી સર્જાયેલા વિકાસ અને તેના સંચાલન અંગેનો મુદ્દો વ્યાપક ચર્ચામાં આવ્યો છે. આ મુદ્દે બંને પક્ષોની રજૂઆતો અને લાગણીઓને સમજવાની જરૂર છે. કોઈની વાત સાંભળ્યા વિના નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી.
પરંતુ આ ઘટનાએ એક વ્યાપક અને પાયાનો પ્રશ્ન જરૂર ઊભો કર્યો છે:
લોકભાગીદારીથી ઊભી થયેલી સંપત્તિનું સંચાલન કોઈ એક વ્યક્તિ, પરિવાર કે જૂથના એકાધિકાર હેઠળ રહેવું જોઈએ કે પછી પારદર્શક અને જવાબદાર જાહેર વ્યવસ્થા હેઠળ?
દાતા હોય, સંચાલક હોય કે લોકભાગીદારીથી યોગદાન આપનાર નાગરિક હોય, સૌનું સન્માન જળવાવું જોઈએ. સાથે જ સંપત્તિનો મૂળ હેતુ અને જનતાનો ઉપયોગ કરવાનો અધિકાર પણ અખંડિત રહેવો જોઈએ.
દેખરેખ માત્ર સરકારી તંત્રની જ જવાબદારી છે?
ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી-કમ-મંત્રી, તાલુકા વિકાસ અધિકારી (TDO), જિલ્લા વિકાસ અધિકારી (DDO) તથા સંબંધિત જળસંપત્તિ વિભાગના અધિકારીઓની જવાબદારી તેમની સત્તા અને કાયદેસરની ભૂમિકા અનુસાર નક્કી થાય છે.પરંતુ દરેક કામગીરી માત્ર સરકારી તંત્રના ભરોસે જ ચાલે એવું પણ નથી. ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓએ નિષ્ઠા, પારદર્શિતા અને સેવાભાવથી જાહેર મિલકતોનું ઉત્તમ સંચાલન કર્યું છે.અહીં વ્યક્તિ કરતાં પદ્ધતિ મહત્ત્વની છે. સંસ્થામાં 'મારો માણસ' નહીં, પરંતુ 'યોગ્ય અને સારો માણસ' પસંદ કરવાનો અભિગમ હોવો જોઈએ. સંચાલનમાં લોકભાગીદારી, હિસાબમાં પારદર્શિતા અને નિર્ણયોમાં સામૂહિક જવાબદારી હોવી જોઈએ.
ઉકેલ શું હોઈ શકે?
લોકભાગીદારીથી ઊભી થતી જાહેરહિતની સંપત્તિઓ માટે નીચેની વ્યવસ્થા વિચારવા જેવી છે:
1. સંપત્તિની કાયદેસર માલિકી અને સંચાલનની જવાબદારી સ્પષ્ટ નક્કી થવી જોઈએ.
2. દાતા, ગ્રામજનો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અને નિષ્પક્ષ સામાજિક અગ્રણીઓનું પ્રતિનિધિત્વ ધરાવતી સંચાલન સમિતિ રચવી જોઈએ.
3. આવક-જાવક અને ખર્ચના હિસાબો નિયમિત જાહેર કરવા જોઈએ.
4. સાધનો, મકાનો અને અન્ય મિલકતોનું સમયાંતરે ઓડિટ તથા ભૌતિક ચકાસણી થવી જોઈએ.
5. સંચાલન કોઈ વ્યક્તિની કાયમી જાગીર ન બને તે માટે નિયમિત સમીક્ષા અને જવાબદારીની વ્યવસ્થા હોવી જોઈએ.
6. લોકાર્પણ પછી પણ સંપત્તિનો મૂળ લોકહિતનો હેતુ જળવાય તેની ખાતરી થવી જોઈએ.
ધર્મશાસ્ત્ર પણ સેવાનું મહત્ત્વ સમજાવે છે આપણી ભારતીય સંસ્કૃતિમાં જળસંચય, તળાવો, કૂવા, વાવ, ધર્મશાળાઓ, મંદિરો અને અન્નક્ષેત્રોનું નિર્માણ તથા જાળવણી પુણ્યકાર્ય ગણાયાં છે. જળસંસાધનનું નિર્માણ માત્ર ભૌતિક સુવિધા નથી, પરંતુ આવનારી પેઢીઓ માટે જીવનનું સંવર્ધન છે.
કેશ કાઉન્ટર વગરની હોસ્પિટલ, નિઃસ્વાર્થ આરોગ્યસેવા, નિઃશુલ્ક શિક્ષણ અને જનતા માટે ખુલ્લાં રહેતાં જળસ્રોતો એ દાનની સાચી સાર્થકતા છે.
દાતાનું નામ શિલાલેખ પર લખાય તે ગૌરવની વાત છે, પરંતુ દાતાના ઉમદા હેતુને પેઢીઓ સુધી જીવંત રાખવો એ જ સાચી શ્રદ્ધાંજલિ છે.
અંતે એક જ સવાલ...
લોકભાગીદારીથી સંપત્તિ ઊભી થાય ત્યારે સૌ સહભાગી હોય છે, તો પછી તેના સંચાલનમાં સૌની ભાગીદારી કેમ નહીં?
દાન આપનારનો હેતુ, સરકારના નાણાંનો હિસાબ, સંસ્થાના સંચાલકની જવાબદારી અને સામાન્ય નાગરિકના ઉપયોગના અધિકાર વચ્ચે સંતુલન જળવાવું અનિવાર્ય છે.
દુધાળાનો મુદ્દો માત્ર એક ગામ કે એક સંસ્થાનો વિવાદ બનીને ન રહે; તે સમગ્ર ગુજરાત માટે જાહેર સંપત્તિના સંચાલન અંગે નવો વિચાર અને વ્યવસ્થાની શરૂઆત બને, એ જ અપેક્ષા.કારણ કે લોકાર્પણ એ અંત નથી, પરંતુ જવાબદારીની શરૂઆત છે.સંપત્તિ સર્જવામાં દાતાનો ત્યાગ, જાળવણીમાં સંસ્થાનો સેવાભાવ અને ઉપયોગમાં જનતાનો અધિકાર — આ ત્રણેયનો સમન્વય જ સાચો લોકકલ્યાણકારી વિકાસ છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)