Loading Date... Gold 24K: ₹89,710 | Silver 1kg: ₹105,844 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
સાવરકુંડલા તાલુકાના વિરડી ગામના છરીનો ઘા માથાના ભાગે મારી જીવલેણ હુમલાના બનાવનાં કેસમાં આરોપીઓ ના રેગ્યુલર જામીન મંજુર થયા

સાવરકુંડલા તાલુકાના વિરડી ગામના છરીનો ઘા માથાના ભાગે મારી જીવલેણ હુમલાના બનાવનાં કેસમાં આરોપીઓ ના રેગ્યુલર જામીન મંજુર થયા

સાવરકુંડલા તાલુકાના વિરડી ગામના છરીનો ઘા માથાના ભાગે મારી જીવલેણ હુમલાના બનાવનાં કેસમાં આરોપીઓ ના રેગ્યુલર જામીન મંજુર થયા
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

 એડવોકેટ સંજય મહેતા અને સંદીપ પંડ્યાની ધારદાર દલીલો   માન્ય આરોપીઓને સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૩૦૬૧૨૬૦૧૨૭/૨૦૨6બી.એન.એસ.

 એડવોકેટ સંજય મહેતા અને સંદીપ પંડ્યાની ધારદાર દલીલો   માન્ય 

આરોપીઓને સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.
૧૧૧૯૩૦૬૧૨૬૦૧૨૭/૨૦૨6
બી.એન.એસ. ની ક.૧૦૯(૧),
૧૧૫(૨),૧૧૭(૨),૩૫૨,૫૪ તથા જી.પી.એકટની ક.૧૩૫
મુજબના ગુનાનાં કામે અટક કરવામાં આવેલા.
આ કામની ફરિયાદ હકીકત ધ્યાનમાં લેતા તેનો ટુંકસાર એવો છે
કે,વિરડી ગામના અવેડાની મોટર પંદરેક દિવસ પહેલા ખરાઇ થઇ
ગયેલ હોય જની જાણ આ કામના ફરિયાદીએ વિરડી ગામના સરપંચને કરેલ તેમ
છતાં સરપંચે મોટર રીપેર નહી કરાવેલ. જેથી ફરીયાદીએ મોટર રીપેર
કરાવી તેનો જાણ કરતો વિડીયો ફેસબુક ઉપર અપલોડ કરેલ હોય
 જેનું મન દુ:ખ રાખી ફરિયાદી  પોતે ભાગવી રાખેલ વાડીએથી
તા.૨૧/૦૯/૨૦૨૬ ના રોજ સાંજના સાતેક વાગે પોતાનુ
મોટરસાયકલ લઇને ઘરે આવતા હતા તે દરમ્યાન વિરડી ગામ નજીક
નેરામાં પહોંચતા આ ગુનાના આરોપી નં.૧-બાવચંદભાઇ ગણેશભાઇ લોદરિયા 
લોખંડની પાઇપ લઇ આવી તથા આરોપી નં.ર રાહુલ રમેશભાઈ ડાભી ના ઓ છરી લઇ આવી
તથા આરોપી નં. ૩ ગોપાલભાઇ ભરતભાઇ ના એ મારો તેમ કહી
આરોપી નં.૧નાએ ફરીયાદીને લોખંડના પાઇપથી જમણા હાથ તથા
જમણા પગે મારી મુંઢ ઇજાઓ કરી તથા આરોપી નં.ર નાએ ફરીયાદીને
મારી નાખવાના ઇરાદે છરીનો એક ઘા ફરીયાદીને માથાના ભાગે મારી
તથા બીજો ઘા ફરીયાદીના માથાના ભાગે મારવા જતા ફરીયાદીએ
પોતાનો ડાબો હાથ આડો કરતા ફરીયાદીને હથેળીના ભાગે ચાર
ટાકાની ઇજા કરી તથા આરોપી નં.૩ નાએ ફરીયાદીને લાકડી થી
ડાબા ખંભા ઉપર તથા શરીરે આડેધડ માર મારી મુંઢ ઇજા કરેલ તે
દરમ્યાન આરોપી નં.૪ રાણાભાઇ ગણેશભાઇ લોદરીયા પણ લાકડી
લઇ આવી ફરીયાદીને ગાળો આપી માથાના ભાગે તથા શરીરે આડેધડ
લાકડી વતી માર મારી આ કામના આરોપીઓએ ફરીયાદીને માથાના
ભાગે મારી નાખવાના ઇરાદે ૧ર ટાંકાની જીવલેણ ગંભીર ઇજા કરેલ અને
ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી મે.અધિક જીલ્લા
મેજી.સાહેબ અમરેલીનાઓના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી
ગુનો કરેલો  ત્યારબાદ આ કામના ત્રણેય આરોપી ને સાવરકુંડલા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં રજૂ કરાતા ત્રણેય આરોપીને જેલ હવાલે કરાયા ત્યારબાદ આરોપી તરફે  એડવોકેટ સંજય મહેતા એડવોકેટ સંદીપ પંડ્યા અને રોકાયેલા હતા ત્યારબાદ આ ત્રણેય આરોપીની જામીન અરજી સાવરકુંડલાના ફોર્થ એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટિક જજ સાહેબની કોર્ટમાં આ જામીન અરજી ચાલી જતા એડવોકેટ સંદીપ પંડ્યા અને સંજય મહેતાની ધારદાર દલીલો  અને ઝીણવટ  ભરી કાયદાકીય રજૂઆતોના અંતે નામદાર કોર્ટ દ્વારા ત્રણેય આરોપીના રેગ્યુલર જામીન મંજુર કરેલ છે..
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)