Loading Date... Gold 24K: ₹89,003 | Silver 1kg: ₹105,010 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

કુંકાવાવના સનાળા મુકામે સૌની યોજના લીંક-૪, પેકેજ-૬ અંતર્ગત રૂ. ૨.૨૪ કરોડના ખર્ચે નિર્મિત ન્યુ સ્કાવર વાલ્વનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા

કુંકાવાવના સનાળા મુકામે સૌની યોજના લીંક-૪, પેકેજ-૬ અંતર્ગત રૂ. ૨.૨૪ કરોડના ખર્ચે નિર્મિત ન્યુ સ્કાવર વાલ્વનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના સનાળા મુકામે કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે સૌની યોજના લીંક-૪, પેકેજ-૬ અંતર્ગત નિર્મિત ન્યુ સ્કાવર વાલ્વનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના સનાળા મુકામે કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે સૌની યોજના લીંક-૪, પેકેજ-૬ અંતર્ગત નિર્મિત 'ન્યુ સ્કાવર વાલ્વ'નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂ. ૨.૨૪ કરોડના ખર્ચે 'સૌની યોજના'ની હયાત પાઈપલાઈનમાં નાની કુંકાવાવ અને સનાળા ગામે સ્કાવર વાલ્વનું આ મહત્વપૂર્ણ વિકાસકામ પૂર્ણ થતા સ્થાનિક ખેડૂતોનું વર્ષો જૂનું સપનું સાકાર થયું છે.

 

આ ન્યુ સ્કાવર વાલ્વ કાર્યરત થવાથી સનાળા સહિત આસપાસના વિસ્તારોની કુલ ૨૦૦ હેક્ટર જમીનને સિંચાઈના પાણીનો સીધો લાભ મળશે. ખાસ કરીને 'સૌની યોજના'ના નીર થકી કુંકાવાવ તાલુકાના નાની કુંકાવાવ, મોટી કુંકાવાવ, સનાળા, જુના બાદનપુર અને નવા બાદનપુર ગામના તળાવો અને ચેકડેમો છલકાશે, જેના કારણે ખેડૂતોને ખેતી માટે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ થશે.

 

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલા એવી વાતો થતી હતી કે, નર્મદા નદીના પાણી સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવા એ માત્ર લોભામણી જાહેરાતો જ છે, પરંતુ આજે સૌની યોજના થકી એ વાતો હકીકત બની ચૂકી છે અને નર્મદાના નીર છેક અમરેલીના સનાળા મુકામે પહોંચ્યા છે. આ સ્કાવર વાલ્વની કામગીરી પૂર્ણ થતા આ વિસ્તારના ખેડૂતોની પાણીની સમસ્યા કાયમી માટે ભૂતકાળ બનશે.

 

રાજ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, અમરેલી જિલ્લામાં કરોડો રૂપિયાના વિકાસકામો સતત તેજ ગતિએ આગળ ધપી રહ્યા છે. ખેડૂતોના પ્રશ્નો હોય કે રોડ-રસ્તાની સુવિધા હોય, દરેક ક્ષેત્રે સરકાર દ્વારા નક્કર આયોજન સાથે વિકાસકાર્યો કરવામાં આવી રહ્યા છે. અમરેલી, કુંકાવાવ અને વડીયા વિસ્તારમાં સમાવિષ્ટ ગામડાઓમાં તાજેતરમાં જ તળાવો ઊંડા ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે વરસાદી પાણીનો સંગ્રહ વધ્યો છે અને ભૂગર્ભ જળસ્તર ઊંચા આવતા જળ સંરક્ષણના લાભો ખેડૂતો સુધી પહોંચ્યા છે.

 

ન્યુ સ્કાવર વાલ્વના લોકાર્પણ કાર્યક્રમમાં ગ્રામજનોએ રાજ્યમંત્રીશ્રીનું ઉમળકાભેર સ્વાગત કરીને રાજ્ય સરકારનો સહર્ષ હાર્દિક ધન્યવાદ વ્યક્ત કર્યો હતો.

 

ન્યુ સ્કાવર વાલ્વના લોકાર્પણ પ્રસંગે કુંકાવાવ તાલુકા પંચાયતના હોદ્દેદારશ્રીઓ, અગ્રણીશ્રી પી.વી.વસાણી, સ્થાનિક આગેવાનો, સ્થાનિક પદાધિકારીઓ, સનાળા સહિત ગામના સરપંચશ્રીઓ, સિંચાઈ વિભાગના અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)