Loading Date... Gold 24K: ₹89,003 | Silver 1kg: ₹105,010 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS

ભાવનગરમાં ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’પદયાત્રા અંતર્ગત ટ્રાફિક વ્યવસ્થા માટે જાહેરનામું પ્રસિદ્ધ

ભાવનગરમાં ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’પદયાત્રા અંતર્ગત ટ્રાફિક વ્યવસ્થા માટે જાહેરનામું પ્રસિદ્ધ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભાવનગર શહેરમાં તા. ૨૦/૧૧/૨૦૨૬ના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત લોકતંત્રબચાવો, અરાજકતા હટાવો પદયાત્રાના કાર્યક્રમને અનુલક્ષીને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ જળવાઈ રહે તેમજકોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.

ભાવનગર શહેરમાં તા. ૨૦/૧૧/૨૦૨૬ના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ‘લોકતંત્ર

બચાવો, અરાજકતા હટાવો’ પદયાત્રાના કાર્યક્રમને અનુલક્ષીને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ જળવાઈ રહે તેમજ

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી. ગોવાણીએ

જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

આ જાહેરનામા અનુસાર તા. ૨૦/૧૧/૨૦૨૬ના રોજ બપોરે ૩:૦૦ કલાકથી રાત્રે ૮:૦૦ કલાક સુધી

નિયત કરાયેલાં માર્ગો પર તમામ પ્રકારનાં વાહનોની અવરજવર તથા વાહન પાર્કિંગ પર પ્રતિબંધ

ફરમાવવામાં આવ્યો છે.

પ્રતિબંધિત માર્ગોમાં- શહેરના ક્રેસેન્ટ સર્કલથી હલુરિયા ચોક, નવાપરાથી હલુરિયા ચોક,હલુરિયા ચોકથી

ઘોઘાગેટ, ઘોઘાગેટથી ખારગેટ, ખારગેટથી મામાકોઠા, મામાકોઠાથી બાર્ટન લાયબ્રેરી તથા બાર્ટન

લાયબ્રેરીથી હલુરિયા ચોક સુધીના તમામ માર્ગો પર બંને તરફ વાહનોની અવરજવર પ્રતિબંધિત રહેશે. આ

ઉપરાંત, હલુરિયા ચોક વિસ્તારમાં પણ બંને તરફ વાહનવ્યવહાર પર પ્રતિબંધ રહેશે.

જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ

શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

આ જાહેરનામાનો અમલ કરાવવા તથા તેના ભંગ બદલ પગલાં લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય

તેવા ફરજ પરના પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)