ગુજરાત

સુરત શહેર હોમગાર્ડ્ઝ અને લાયન્સ ક્લબ ઓફ સુરત ક્રિસ્ટલ ના સહયોગ થી પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ની ઉજવણી કરવામાં આવી. 

સુરત હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ ડો પ્રફુલ્લ શિરોયા એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘સિંગલ-યુઝ પ્લાસ્ટિક’ (એકવાર વાપરીને ફેંકી દેવાતું પ્લાસ્ટિક) નાબૂદ કરવા માટે દેશમાં એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે પોતાના વિવિધ ભાષણો અને ‘મન કી બાત’ કાર્યક્રમમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિક અંગે નીચે મુજબના મહત્વના વિચારો વ્યક્ત કર્યા છે

આપણે સિંગલ-યુઝ પ્લાસ્ટિકને ટાળી શકીએ છીએ અને તેના બદલે કપડાની બનેલી બેગ જેવા ફરીથી વાપરી શકાય તેવા વિકલ્પોને પસંદ કરી શકીએ છીએ.  

 આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ પર, આપણે આપણા ઘર અને ઓફિસના તમામ પ્લાસ્ટિકને રિસાયકલ કરવાનો સંકલ્પ લેવો જોઈએ.  

    જ્યારે આપણે ખરીદી કરવા જઈએ ત્યારે દુકાનના માલિકોને પ્લાસ્ટિકની થેલીઓ માટે પૂછવાને બદલે, અમે અમારી પોતાની કાપડ અથવા કાગળની બેગ લઈ શકીએ છીએ.

     લાયન્સ ક્લબ ઓફ સુરત ક્રિસ્ટલ ના પ્રમુખ લાયન શિખા બાફના એ જણાવ્યું હતું કે પ્રાણીઓ અને પક્ષીઓ પ્લાસ્ટિકનું સેવન કરે છે.  તેઓ તેને પચાવી શકતા નથી.  આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ આપણને પ્લાસ્ટિકની થેલીઓને ના કહેવાની અને પ્રાણીઓ અને પક્ષીઓને તેને ખાવાથી બચાવવાની તક આપીએ.  પ્લાસ્ટિક બેગ મુક્ત અભિયાન માં સુરત શહેર હોમગોર્ડ્ઝ કચેરી, એનસીસી કચેરી ના કર્મચારી ઓ અને બહુમાળી ભવન પર આવતા લોકો જોડાયા હતા સાથે ભારત ને પ્લાસ્ટીક બેગ  મુક્ત  ભારત બનવા માટે લાયન સુનિતા નાહટા, લાયન પારુલ જૈન, ૫ ગુજરાત ઇન એનસીસી ના ઓફિસર ,ચેરિટી કમિશ્નર ના કર્મચારી , હોમગાર્ડ્ઝ ઓફિસ ના સિનિયર ક્લાર્ક જલ્પા મેખીયા, ઇન્સ્ટ્રક્ટર જયદીપ કાતર્યા , સચિન યુનિટ અધિકારી થોમસ પેઢારે , ડી ઝોન યુનિટ અધિકારી જયંતી દવે , મહિલા ઓસી ધોંડુ શિંદે, રાજ પટેલ , રાજુ મુલતાની , રોશની પટેલ , શ્યામ જમોદર , કૈલાસ માળી એ 

હું પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરીશ…પ્લાસ્ટીક એ સળગતી સમસ્યા છે.” સારા કામની શરૂઆત પોતાનાથી જ થાય તેવા દ્રઢ સંકલ્પ સાથે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી બહુમાળી ભવન સુરત થી કરવામાં અવિહતી.              

Related Posts