સાવરકુંડલા શહેરમાં કબીર ટેકરી આશ્રમ ખાતે પ. પૂ. સદગુરુ તપસ્વી રામપ્રતાપ સાહેબની ૪૫ મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ પુસ્તક વિમોચન કાર્યક્રમના સમારંભમાં સાહિત્ય જગતના એક યાદગાર પ્રસંગે *”માનવતાની મહેક – કબીર ટેકરી”* પુસ્તકનું ભવ્ય વિમોચન યોજાયું હતું. આ પ્રસંગ સાવરકુંડલા માટે ગૌરવની ક્ષણ બની રહ્યો.
આ પુસ્તકમાં *બ્રહ્મલીન મહંત શ્રી ૧૦૦૮ શ્રી રામપ્રતાપ સાહેબની દિવ્ય જીવનકથા “બાતે તિમિર ન ભાજય, દીવા, બત્તી, તેલ”* શીર્ષક હેઠળ અત્યંત સંશોધનાત્મક અને હૃદયસ્પર્શી રીતે આલેખન કરનાર *સાવરકુંડલાના યુવા શિક્ષિકા અને લેખિકા શ્રી દિપાલીબેન ડી. પંડ્યા* નું આ પ્રસંગે એક લેખિકા તરીકે અને *સાવરકુંડલા ગામના ગૌરવ તરીકે વિશેષ સન્માન* કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય સમારોહમાં *કબીર ટેકરી, સાવરકુંડલાના પરમ પૂજ્ય મહંત શ્રી નારણદાસ સાહેબ* ના પવિત્ર સાનિધ્યમાં તથા ઉપસ્થિત સાહિત્યકારો અને અગ્રણીઓ શ્રી વાસુદેવભાઈ સોઢા, ગોરધનભાઈ ભેસાણીયા, સુધીરભાઈ મહેતા, ઉદયભાઈ દેસાઈ, રવજીભાઈ કાચા, નાનાભાઈ ત્રિવેદી, અશોકભાઈ શેટે, મનિષભાઈ વિંઝુડા, જિજ્ઞાબેન ઠકરાર, ઉમેશભાઈ ચાવડા, યશ ત્રિવેદી – વિજ્ઞાન ભવન , અરવિંદભાઈ સુરતી, સંગીતાબેન ઓઝા, ધનજીભાઈ મકવાણા, કનુભાઈ લિંબાસિયા સહિત અનેક મહાનુભાવોના ઉપસ્થિમા નારાયણદાસ સાહેબના વરદ હસ્તે દિપાલીબેનનું *સાલ ઓઢાડી, સન્માનપત્ર અને પુષ્પગુચ્છ દ્વારા ભવ્ય સન્માન* કરવામાં આવ્યું હતું.
આ સન્માનનો પ્રતિભાવ આપતા દિપાલીબેન ડી. પંડ્યા એ જણાવ્યું હતું કે, “બ્રહ્મલીન મહંત શ્રી રામપ્રતાપ સાહેબની જીવનકથા લખવી એ મારા માટે માત્ર લેખન નહોતું, પણ એક સાધના હતી. *આ સન્માન મારું એકલીનું નહીં, પરંતુ મારા ગુરુજનો અને મારા વતન સાવરકુંડલાનું સન્માન છે.”*
આ પ્રસંગે સમગ્ર સભાએ તાળીઓના ગડગડાટ સાથે દિપાલીબેનને વધાવી લીધા હતા અને સાવરકુંડલાના ગૌરવ સમાન આ *યુવા લેખિકાને ભવિષ્યમાં પણ આવા જ ઉત્તમ સાહિત્ય સર્જન માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.*












Recent Comments