ઉપરોકત બસ અમરેલી ડીવીઝનની છેલ્લી ત્રીસ વર્ષથી ચાલતી હતી તે અચાનક ત્રણ મહિનાથી બંધ કરેલ છે. હાલમાં ઉના પછીના ધોકડવા, ખાંભા તેમજ ચલાલાના આસપાસના અંદાજે સાઠથી સિત્તેર ગામડાંની જનતાની સુવિધા છીનવાઈ ગયેલ છે. સો કી. મી. માં સુરત જવાની સરકારી એક પણ બસ નથી અત્યારના જેટ યુગમાં નિગમ દ્વારા અનેક તાલુકામાંથી નવા રૂટ ચાલુ કરવામાં આવેલ છે અને વિભાગ દ્વારા વર્ષો જુની બસ બંધ કરવામાં આવેલ છે તો આ જુનો રૂટ વાયા અમરેલી ચાલુ કરવાની અમારી માંગણી છે. ન્વ શેષમાં જણાવાનું કે કોડીનાર વિભાગ દ્વારા ષડયંત્ર રચીને આ બસ મહુવા ડ્રાઇવર્ટ કરવામાં આવેલી છે. જ્યારે જૂનો ફ્રુટ ચાલુ હતો ત્યારે બેત્રણ મહિને રીપેરીંગના બહાને અઠવાડિયુ દશ દિવસ એક્સપ્રેસ બસ મૂકવામાં આવતી હતી. હવે પરિસ્થિતિ એવી થાય કે સુરતથી લાંબા રુટમાં એક પ્રેસ બસ માં મુસાફર બેસે નહીં તો આવક ઓછી બતાવે. આવી રીતે બસ બંધ કરવામાં આવેલ છે. વધુમાં જાણવાનું કે અમારી માંગણી છે કે જૂના રૂટની ત્રણ મહિનાની ટ્રીપ સીટ કાઢવીને તપાસ થાય તો સત્ય બહાર આવશે અને મહુવાથી સુરત જવાની ઍક ટ્રેન સુરત ડેપાની, મહુવા ડેપાની, ગીરગઢડા ન્ય ભાગની અને હાલ માં ઉપરોક્ત બસ ડ્રાઈવર્ટ કરી તે એમ કરીને ચાર બસ ચાલે છે. તો કતારગામ તેમજ વરાછા ની જનતા ને પોતાના રોજીંદા જીવન માં ધંધા રોજગાર માંથી રાજા ના પડે અને ૧ દીવસ માં ટ્રીપ લઈ શકતા હતા જે હવે શક્ય નથી. તેમજ તાલુકાની જનતાને સુવિધા છીનવાય ગયેલ છે. તો ફરીથી ચાલુ કરવા તેવી આપની કક્ષાએથી કાર્યવાહી થવા વિનંતી……આ બાબતે અમે મંત્રીઓ શ્રી ધારાસભ્ય શ્રી અને અમરેલી ડિવિજન માં લેખીત તેમજ મૌખિક રજૂઆત કરેલ છે પણ યોગ્ય કાર્યવાહી કરેલ નથી તો આપશ્રી યોગ્ય ધ્યાન દોરવા વિનંતી
બંધ કરેલી કતારગામ સુરત કોડીનાર બસ ફરી શરૂ કરવા લોક માંગ














Recent Comments