ભાવનગર રેન્જ આઇ.જી શ્રી આર.વી.અસારી સાહેબ,ભાવનગર વિભાગ, ભાવનગર નાઓએ દ્વારા સમગ્ર રેન્જમાં તથા અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં જુગાર લગત ગેરકાયદેસર પ્રવૃતિ કરતાં, ઇસમો ઉપર સફળ રેઇડો કરી, કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે રાજુલા ડીવીઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી વિરલ ચંદન સાહેબ નાઓની જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય
જે અનુસંધાને રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના હેઠળ સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે. સર્વેલન્સ સ્ટાફ તથા હીંડોરણા બીટ પોલીસ ટીમે હીંડોરણા ગામે મીરા દાતાર વિસ્તારમાં જાહેરમાં હાર જીતનો જુગાર રમતા પાંચ પુરૂષોને રોકડા રૂ.૩૩,૭૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત-
(૧)ભગતભાઇ દેવાભાઇ મકવાણા રહે.હીંડોરણા મીરા દાતાર તા.રાજુલા
(૨) અશોકભાઇ બચુભાઇ બોસમીયા રહે.ભેરાઇ રોડ મીરાનગર તા.રાજુલા
(૩) કીશોરભાઇ બાબાભાઇ ધાખડા રહે.લોઠપુર દરબાર શેરી તા.જાફરાબાદ
(૪) માધાભાઇ કરશનભાઇ ગમારા રહે.હીંડોરણા ધાર વિસ્તાર તા.રાજુલા
(૫) વિજયભાઇ કરશનભાઇ ચૌહાણ રહે.લોઠપુર સંધી વાસ તા.જાફરાબાદ
પકડાયેલ મુદામાલની વિગત-
(૧) રોકડા રૂ.૩૩,૭૫૦/- તથા ગંજીપતા પાના નંગ-૫૨
કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ-
રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.એમ.કોલાદરા સાહેબ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. મધુભાઇ પોપટ તથા હે.કોન્સ હરેશભાઇ વાળા તથા હે.કોન્સ મનુભાઇ માંગાણી તથા હે.કોન્સ સુરેશભાઇ મેર તથા પો.કોન્સ. મહેશભાઇ બારૈયા તથા પો.કોન્સ. રવીભાઇ વરૂ તથા હીંડોરણા બીટના હેઙ.કોન્સ ગોવિદંભાઇ કાતરીયા તથા પો.કોન્સ. મેહુલભાઇ પંડયા દ્વારા કરવામાં આવેલ છે.
રાજુલા વિસ્તારના હીંડોરણા ગામેથી જાહેરમાં હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૩3,૭૫૦/- ના મુદામાલ સાથે પાંચ ઇસમોને પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ













Recent Comments