અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં PGVCLની નવી સબ ડિવિઝન ઓફિસ જાફરાબાદ શહેરમાં સ્થાપવાના બદલે ટીંબી શહેર ખાતે સ્થાપવા માટે ટીકુભાઈ વરુ દ્વારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
હાલ જાફરાબાદ શહેર ખાતે PGVCLની કચેરી કાર્યરત છે અને જાફરાબાદ શહેરમાં જ બીજી સબ ડિવિઝન ઓફિસ સ્થાપવાની વિચારણા થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ જાફરાબાદ સબ ડિવિઝન હેઠળ હાલમાં કુલ 54 જેટલા ગામો આવેલા હોવાથી તાલુકાના વિશાળ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને વીજ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને નવી સબ ડિવિઝન ઓફિસ ટીંબી શહેર ખાતે સ્થાપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ટીંબી શહેર જાફરાબાદ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારો માટે અનુકૂળ અને વ્યૂહાત્મક કેન્દ્ર બની શકે તેમ છે. ટીંબી ખાતે PGVCLની સબ ડિવિઝન ઓફિસ શરૂ કરવામાં આવે તો ટીંબી તથા તેની આજુબાજુના અનેક ગામોના ખેડૂતો અને વીજ ગ્રાહકોને વીજળી સંબંધિત કામગીરી માટે જાફરાબાદ સુધી લાંબું અંતર કાપવાની મુશ્કેલીમાંથી મોટી રાહત મળશે.
આ ઉપરાંત ગીર ગઢડા તાલુકાના ટીંબીની નજીક આવેલા ગામડાઓને પણ ટીંબી ખાતેની નવી PGVCL સબ ડિવિઝન ઓફિસના કાર્યક્ષેત્રમાં સામેલ કરી શકાય, જેથી અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના સરહદી ગ્રામ્ય વિસ્તારોના વીજ ગ્રાહકોને પણ ઝડપી અને સરળ વીજ સેવા ઉપલબ્ધ થઈ શકે.
ખાસ કરીને ખેતીવાડી વીજ જોડાણ, વીજ ફોલ્ટ, વીજ પુરવઠાની સમસ્યા, ટ્રાન્સફોર્મર તથા વીજ લાઈનમાં ખામી સર્જાય ત્યારે ટીંબી ખાતે સબ ડિવિઝન ઓફિસ તથા જરૂરી સ્ટાફ ઉપલબ્ધ હોય તો ફોલ્ટ ઝડપથી શોધી સમારકામની કામગીરી હાથ ધરી શકાય અને ખેડૂતોને સમયસર વીજ પુરવઠો મળી શકે.
હાલ જાફરાબાદ સબ ડિવિઝન હેઠળ 54 ગામોનો મોટો વિસ્તાર આવરી લેવાતો હોવાથી તમામ ગામોના ગ્રાહકો સુધી ઝડપી સેવા પહોંચાડવી પડકારરૂપ બને છે. તેથી ટીંબીની આસપાસના ગામોનું યોગ્ય વિભાજન કરી નવી સબ ડિવિઝન ઓફિસ ટીંબી ખાતે કાર્યરત કરવામાં આવે તો હજારો વીજ ગ્રાહકો, ખેડૂતો અને ગ્રામ્ય પ્રજાને મોટા પ્રમાણમાં ફાયદો થઈ શકે તેમ છે.
જાફરાબાદ શહેરમાં જ બે PGVCL સબ ડિવિઝન ઓફિસ કાર્યરત કરવામાં આવે તો તેનો લાભ મુખ્યત્વે જાફરાબાદ શહેર તથા નજીકના વિસ્તારને મળશે. તેના બદલે એક સબ ડિવિઝન ઓફિસ જાફરાબાદ ખાતે અને બીજી સબ ડિવિઝન ઓફિસ ટીંબી ખાતે રાખવામાં આવે તો સમગ્ર વિસ્તારની વીજ સેવા વધુ સુવ્યવસ્થિત બની શકે અને દૂરના ગામડાઓના લોકોને પણ ઝડપી સેવા મળી શકે.
ટીકુભાઈ વરુએ મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે કે જાફરાબાદ સબ ડિવિઝન હેઠળના 54 ગામો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારનું યોગ્ય વહીવટી વિભાજન કરી, ટીંબી શહેર ખાતે નવી PGVCL સબ ડિવિઝન ઓફિસ સ્થાપવા તથા જરૂરી સ્ટાફ અને સાધનોની ફાળવણી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવે.
આ નિર્ણયથી જાફરાબાદ, ટીંબી તથા ગીર ગઢડા તાલુકાના નજીકના ગામડાઓના ખેડૂતો અને વીજ ગ્રાહકોને ઝડપી, સરળ અને અસરકારક વીજ સેવા મળી શકશે તથા વીજ ફોલ્ટ અને ખેતીવાડી વીજ પુરવઠાની સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવવામાં મદદ મળશે.
“નવી PGVCL સબ ડિવિઝન ઓફિસ જ્યાં ખરેખર જરૂરિયાત છે ત્યાં સ્થાપવામાં આવે તો જ ગ્રામ્ય પ્રજા અને ખેડૂતોને તેનો મહત્તમ લાભ મળશે.તેમ અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખશ્રી”ટીકુભાઈ વરુ જણાવ્યું છે
જાફરાબાદની નવી PGVCL સબ ડિવિઝન ઓફિસ ટીંબી ખાતે સ્થાપવા ટીકુભાઈ વરુની મુખ્યમંત્રીને રજૂઆત













Recent Comments