શ્રી પી.પી.એસ. હાઇસ્કૂલ, વંડા ખાતે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી નિમિત્તે ‘શિક્ષક દિન’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના ૪૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા ભજવી વર્ગખંડોમાં પ્રભાવશાળી શિક્ષણકાર્ય કરાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન આચાર્ય સંજયભાઈ ચૌહાણે ‘વિદ્યાર્થી જીવનઘડતરમાં શિક્ષકની ભૂમિકા’ અને શ્રી પ્રવીણભાઈ ઝીંઝુવાડીયાએ ડૉ. રાધાકૃષ્ણનના જીવન-યોગદાન પર પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યા હતા. અંતમાં, શાળા પરિવારે બાળ-શિક્ષકોની સુંદર કામગીરીની પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા હતા.એમ દીપકભાઈ ઝડફિયાની એક યાદીમાં જણાવાયું હતું













Recent Comments