અમરેલી

શતાબ્દી હેરિટેજ ગણેશ મહોત્સવ નિમિત્તે ગણપતિ બાપા ની સ્થાપના પંચધાતુ મૂર્તિ ભેટ અર્પણ કરતો નારોલા પરિવાર..

સુરત શતાબ્દી હેરિટેજ ગણેશ મહોત્સવ નિમિત્તે ગણપતિ બાપા ની સ્થાપના પંચધાતુ મૂર્તિ ભેટ અર્પણ કરતો નારોલા પરિવાર…

સુરતના ન્યૂ કતારગામ રીંગરોડ સ્થિત B/204, શતાબ્દી હેરિટેજ, સૌંદર્ય પેલેસની બાજુમાં, વરિયાવ ગામ ખાતે શતાબ્દી હેરિટેજ સામૂહિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મહોત્સવ નિમિત્તે ગણનાયક ગણપતિ બાપા ની સ્થાપના મૂર્તિ ભેટ નારોલા પરિવાર તરફથી આપવામાં આવી છે. સમાજને નવી દિશા આપતા નારોલા પરિવારે પીઓપી ની મૂર્તિ ને બદલે પંચધાતુની મૂર્તિ અર્પણ કરીને પર્યાવરણ જાગૃતિ સાથે ધર્મ, એકતા અને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સામૂહિક ગણેશોત્સવ એ એકતા અને ભક્તિનું પ્રતિક છે.
આ પ્રસંગે સમસ્ત શતાબ્દી હેરિટેજ પરિવાર દ્વારા નારોલા પરિવાર નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ 

Related Posts