અમરેલી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી અંતર્ગત અમરેલીના ડોક્ટરો કરશે વિનામૂલ્યે નિદાન

દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિન નિમિતે ઉજવાઈ રહેલા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત વિવિધ પ્રકારના
સેવા કાર્યો થનાર છે ત્યારે પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ અમરેલીના યુવા ધારાસભ્ય અને રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા તથા
જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સાથે સંકલન કરીને અમરેલી જીલ્લા ભાજપ ડોકટર સેલ દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના
રોજ આવનાર દર્દીઓને વિનામૂલ્યે નિદાન કરી આપવામાં આવશે તેમજ એક્ષરે, સોનોગ્રાફી, લેબોરેટરી વગેરેના ચાર્જમાં ૫૦% રાહત
આપવામાં આવશે. અમરેલી શહેરમાં પ્રેકટીસ કરતા ૫૦ થી વધુઓ ડોક્ટર – હોસ્પિટલ “વન ડે ફ્રી ઓ.પી.ડી.” કન્સેપ્ટમાં જોડાઈને
જનતા માટે જીવન સમર્પિત કરનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને સેવામય બથ્રડે વિશ કરશે જેની યાદી નીચે મુજબ.
 સંપૂર્ણ ફ્રી વાળા ઓ.પી.ડી. ડોકટરશ્રીઓની યાદી :-
ડૉ. પિયુષ ગોસાઈ (ગાયનેક)
ડૉ. ભારત કાનાબાર (ગાયનેક, સર્જન)
ડૉ. જે.બી. વડેરા (સર્જન સાવરકુંડલા)
ડૉ. ચિરાગ કુબાવત (નારી હોસ્પિટલ)
ડૉ. અભિષેક ઠાકર (દ્રષ્ટી હોસ્પિટલ)
ડૉ. તિમિર ભરોલીયા (ચામડી)
ડૉ. સલોની પંચાલ (સખીયા સ્કિન ક્લિનિક)
ડૉ. ચત્રોલા (જનરલ પ્રેકટીશનર)
ડૉ. એ.જે. ડબ્બાવાલા (ઓનલાઇન કન્સલ્ટેશન)
 ૫૦% ફ્રી ઓ.પી.ડી. વાળા ડોક્ટરની યાદી :- (સમય:-સવારે ૧૦:૦૦ થી ૦૨:૦૦ સુધી)
ડૉ. ડી.એમ. ઉનંડકટ (એમ.ડી., ડોકટર હાઉસ)
ડૉ. આર.ડી. ઘોડાસરા (સર્જન, ડોકટર હાઉસ)
ડૉ. રૂચિતા જેઠવા (એમ.ડી.)
ડૉ. દ્રષ્ટિ પંડયા (ફીજીયો થેરાપી)
ડૉ. નિતીન ત્રિવેદી (બાળરોગ નિષ્ણાંત)
ડૉ. આર.જે. રાવળ (ઓર્થોપેડિક સાવરકુંડલા)
ડૉ. નરેન્દ્ર સોજીત્રા (સર્જન)
ડૉ. વિરલ ગોયાણી (ગાયનેક)
ડૉ. જયદીપ પટેલ (બાળરોગ નિષ્ણાંત, કલરવ હોસ્પિટલ)
ડૉ. જીતેન્દ્ર સોલંકી (આખોના ડોકટર)
 એક્સ-રે, સોનોગ્રાફી ૫૦% ફી લેવામાં આવશે :- (સમય:-સવારે ૧૦:૦૦ થી ૦૨:૦૦ સુધી)
ડૉ. હર્ષદ રાઠોડ (એમ.ડી. રેડિયોલોજીસ્ટ)
ડૉ. ભારત પાડા (રેડિયોલોજીસ્ટ)
ડૉ. સ્વાતી વ્યાસ (રેડિયોલોજીસ્ટ)
ડૉ. દેવલ ચૌહાણ (રેડિયોલોજીસ્ટ)
 ફ્રી નિદાન યોજનામાં જનરલ પ્રેકટીશનર્સ ની યાદી :-
ડૉ. ચંદ્રેશ ખુંટ, ડૉ. નીલેશ ભીંગરાડિયા, ડૉ. પી.આર. કાપડિયા, ડૉ. આર.બી. શિરોયા, ડૉ. અલ્તાફ દેસાઈ, ડૉ. પદ્માકર
વૈધ, ડૉ. નિખિલેશ જાની, ડૉ. તેજસ બંજારા, ડૉ. મિહિર ગણાત્રા, ડૉ. પ્રણવ સાપરિયા, ડૉ. ગંગા જળિયા, ડૉ. કલ્પેશ પડસાળા,
ડૉ. હિમાંશુ વાડદોરિયા, ડૉ. જુનેદ, ડૉ. ડોબરિયા (આંકડિયા), ડૉ. અગ્રાવત (ચલાલા), ડૉ. ક્રિશ્ના ખુંટ સહિતના ડોકટરો

વિનામૂલ્યે નિદાન કરી આપશે આ ઉપરાંત અમરેલીની જાણીતી નવજીવન હોસ્પિટલ આખો દિવસ ફ્રી ઓ.પી.ડી. સાથે
ઈ.સી.જી.૫૦ રૂ., એક્ષરે રૂ.૧૦૦, તેમજ લેબોરેટરી રૂ. ૫૦% દરે કરી આપવામાં આવશે.
પ્રધાન સેવકના જન્મ દિવસ નિમિતે અમરેલીના ડોકટરો દ્વારા રાહત દરે થનાર સેવામય ઉજવણીનો વધુને વધુ લાભ લેવા
અમરેલી જીલ્લાના દર્દીઓને અપીલ. સરકાર, સંગઠન અને જનભાગીદારી થી સેવા સંકલ્પ અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત ફ્રી
ઓ.પી.ડી. અન્વયે ડોકટરોનું સંકલન અમરેલી જીલ્લા ભાજપ ડોકટર સેલ કન્વીનર ડૉ. પિયુષ ગોસાઈ (શ્રીજી વુમન્સ હોસ્પિટલ),
ડૉ. રાજુ કથિરિયા, પૂર્વ નગર સેવક ડૉ. ચંરેશ ખુંટ દ્વારા કરવામાં આવ્યું છે તેમ મીડિયા ઇન્ચાર્જ વિપુલ ભટ્ટીની અખબારી યાદીમાં
જણાવ્યું છે.

Related Posts