શ્રીગણેશ શૈક્ષણિક સંકુલ અને શ્રીગણેશ નર્સિંગ કોલેજ રાળગોન ખાતે શ્રી ગણેશ મહોત્સવ નિમિત્તે પર્યાવરણ જાગૃતિનો સુંદર સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો હતો. જેમા પર્યાવરણ જાગૃતિ અને જતનનો સંકલ્પ લઈને શાળાના વિદ્યાર્થીઓએ સ્વહસ્તે સમૂહમા માટીમાંથી ઈકો-ફ્રેન્ડલી
ગણેશજીની મૂર્તિ બનાવી તેની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરી છે.
આ પ્રસંગે ધોરણ બાલવાટીકાથી 12 તેમજ નર્સિંગ કોલેજ બહેનોએ અત્યંત ઉત્સાહ અને કલાત્મકતા સાથે ગણેશજીની આકર્ષક પ્રતિમા તૈયાર કરી હતી. સમગ્ર આયોજન
સફળ બનાવવા માટે શાળાના શિક્ષક મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. શાળા પરિવાર દ્વારા તમામ ધર્મપ્રેમી નાગરિકો, વાલીઓ તથા સ્નેહીજનોને શ્રી ગણપતિ દાદાના પાવન દર્શન તેમજ મહાઆરતીનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.















Recent Comments