પી.એમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના અન્વયે જિલ્લાના જાફરાબાદ તાલુકાની કન્યા શાળા ટીંબી કેન્દ્ર-૧૬ ખાતે મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલની (સ્થાનિક, સામાન્ય ઉમેદવાર) આવશ્યકતા છે. નિયત નમુનામાં કોરા અરજી પત્રકો કે જે જાફરાબાદ તાલુકા મામલતદાર કચેરીમાંથી રૂબરું વિના મુલ્યે મળી શકશે. અરજી પત્રકો કામકાજના કલાકો દરમિયાન તા. ૨૯.૦૫.૨૦૨૬ થી તા. ૧૫.૦૬.૨૦૨૬ સુધીમાં (જાહેર રજાના દિવસો સિવાય) મામલતદાર કચેરી જાફરાબાદ ખાતેથી મેળવી લેવાના રહેશે. સાથે તા. ૧૫.૦૬.૨૦૨૬ સુધીમાં મામલતદાર કચેરી જાફરાબાદ ખાતે બપોરના ૩ કલાક પહેલા પહોંચાડવાના રહેશે. ધો.૧૦ પાસની શૈક્ષણિક લાયકાત અને ઓછામાં ઓછી ૨૦ વર્ષ અને ૪૫ વર્ષની વચ્ચેની વય ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી કરવી તેમ મામલતદાર જાફરાબાદની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
“પી.એમ પોષણ યોજના” અન્વયે જાફરાબાદ તાલુકાના કન્યા શાળા ટીંબી કેન્દ્ર નં. ૧૬ ખાતે ભોજન કેન્દ્રમાં સંચાલકની આવશ્યકતા : તા.૧૫ જુન સુધીમાં અરજી કરવી












Recent Comments