બોલિવૂડ

પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં કેન્દ્રીય મંત્રી (અન્ન પુરવઠા વિભાગ) શ્રી નિમુબેન બાંભણિયા દર્શને

બોટાદ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં કેન્દ્રીય મંત્રી ( અન્ન પુરવઠા વિભાગ ) શ્રી નિમુબેન બાંભણિયા દર્શને આજરોજ તા. ૧૩/૦૪/૨૦૨૬ ને સોમવાર ના રોજ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં કેન્દ્રીય મંત્રી (અન્ન પુરવઠા વિભાગ) શ્રી નિમુબેન બાંભણિયા, ગુજરાત પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ  હિરેનભાઈ હરીપરા, બોટાદ જિલ્લા કિસાન મોરચા મંત્રી જેન્તીભાઇ ઘોડકિયા,જિલ્લા પંચાયત સદસ્ય  વિનોદભાઈ ધરજીયા,પાળીયાદ ગ્રામ પંચાયત સરપંચ વિજયભાઈ ખાચર, સ્થાનિક સ્વરાજ ચૂંટણીના ઉમેદવારો, તેમજ જિલ્લાના વિવિધ સંગઠનો ના ભાજપના  આગેવાનો સૌ દર્શને આવેલ.પરમ પૂજ્ય શ્રી રાઘવેન્દ્ર સરકાર, પરમ પૂજ્ય શ્રી વિહળાનાથ અને પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના આશીર્વાદ મેળવ્યા તથા પૂજ્ય શ્રી ભયલુબાપુ સાથે શુભેચ્છા મુલાકાત કરી આગામી દિવસોમાં આવનાર સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી બાબતે વિસ્તાર પૂર્વક ચર્ચા કરી અને ચૂંટણી પ્રચાર ની શુભ શરૂઆત પાળિયાદ જગ્યામાંથી કરવામાં આવી તેમજ સૌ આગેવાનો એ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી…..

Click to teach Gmail this conversation is not important

Related Posts