અમરેલી

વૈદિક સંસ્કૃતિના ઉપાસક શારદા પીઠ દ્વારકા જગતગુરૂ શંકરાચાર્ય પૂજય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે પધરામણી ભવ્ય સામૈયા સત્કાર હજારો દીકરી દ્વારા પુષ્પ વર્ષા

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે ધર્મ ધ્વજ પ્રચારક -સનાતન વૈદિક સંસ્કૃતિના ઉપાસક શારદા પીઠ દ્વારકા જગતગુરૂ શંકરાચાર્ય પૂજય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની પધરામણી ભવ્ય સામૈયા સત્કાર  હજારો દીકરી દ્વારા પુષ્પ વર્ષા    

ધર્મ ધ્વજ પ્રચારક સનાતન વૈદિક સંસ્કૃતિના ઉપાસક જગતગુરૂ શંકરાચાર્ય પૂજય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની સવારે ૧૦-૩૦ કલાકે આગમન થતા સમગ્ર મંદિર પ્રશાસન ટ્રસ્ટી ઓ પૂજારી પરિવાર એવમ ભુરખિયા ગામ દ્વારા ભવ્ય સામૈયા      શ્રી ભુરખીયા હનુમાનજી મંદિરે અનંતશ્રી વિભૂષિત પશ્વિમમ્નાય દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય પૂજ્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ સહિત ધર્મ સચિવ શ્રીઓ દંડી મહારાજ સહિત શારદાપીઠ દ્વારા શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શન પૂજન અર્ચન બાદ ધર્મ સભા યોજાય   

પૂજ્યપાદ જગતગુરુ સ્વામીજીના દર્શન વંદન કરતા શિવકુંજ સીતારામ આશ્રમ અધેવડા સીતારામ બાપુ એ શ્રી ભુરખિયા હનુમાનજી પ્રાગટય મંદિર થી અવગત કર્યા શ્રી ભુરખિયા હનુમાનજી નૂતન મંદિર નિર્માણ ને લઈ જગત ગુરુ શ્રી ને વિગતે અવગત કરતા સમગ્ર ટ્રસ્ટી મંડળ ની સેવા બદલ સરાહના વ્યક્ત કરી આશિષ પાઠવ્યા હતા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ દુષયનભાઈ પારેખ હરજીભાઈ નારોલા હિમતભાઈ કટારીયા કોશિકભાઈ પારેખ સુધીરભાઈ પારેખ જ્યેન્દ્રભાઈ પારેખ અમરશીભાઇ પરમાર ભરતભાઇ ભટ્ટ રજનીભાઇ ધોળકિયા નરશીભાઈ ડોડીયા જીતુબાપુ નિમાવત મનીષબાપુ નિમાવત સહિત ના ટ્રસ્ટી સ્થાનિક અગ્રણી ઓ સેવક સમુદાય ટિમ દ્વારા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ની તમામ વિગતો થી જગતગુરુ ને અવગત કરાયા હતા નૂતન મંદિર નિર્માણ સંકલ્પ સાથે મંદિર ના બાંધકામ પરિસર ભાવિ પ્રકલ્પ સાથે ટેબ્લો અને પ્લાન નકશા સાથે વિસ્તૃત પરામર્શ કરતા અગ્રણી ઓનું પૂજ્ય જગત ગુરુ દ્વારા સન્માન કરી સુભાષીશ પાઠવ્યા હતા અકડેઠઠ જનમેદની વચ્ચે ધર્મ સભા માં સુભાષિતો રચાયા હતા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર ને ભવ્ય સુશોભન સામૈયા સત્કાર થી શંકરાચાર્ય પૂજય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી એ અંતર થી આશિષ પાઠવ્યા નૂતન મંદિર નિર્માણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી સંકલ્પ ની સિદ્ધિ માટે ધર્મ ઉલ્લાસ પૂર્વક ભવ્યતા અને દિવ્યતા યુગો યુગાતર ધર્મ સંસ્કૃતિ નું કેન્દ્ર બની રહેશે સમગ્ર પંથકે હર્ષ ઉલ્લાસ થી શંકરાચાર્ય પૂજય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી નો સત્કાર દર્શન પૂજન કરી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો

Related Posts