શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના
જિલ્લાઓમાં બનતા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા કેદીઓને શોધી પકડી પાડવા ખાસ સુચના આપેલ
હોય જે અન્વયે શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્વારા જિલ્લામાં બનતા ગુન્હાના કામે
નાસતા ફરતા આરોપી તથા કેદીઓને શોધી પકડી પાડવા અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન તથા
સુચના આપેલ હોય જે અનુસંધાને શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ
એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ જિ.અમરેલી નાઓના સીધા સુપરવીઝન હેઠળ ટીમને હ્યુમન
ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સોર્સ મારફતે હકીકત મળેલ કે, વડીયા ગુ.ર.નં.૧૧૧૯૩૦૬૦૨૪૦૦૫૬/૨૦૨૪ IPC
કલમ ૩૬૩,૩૬૬ પોકસો ૧૮ મુજબ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી નામ રમેશભાઇ સાકળભાઇ
માચ્છી ઉવ.૫૫ ધંધો.પ્રાઇવેટ નોકરી રહે.સોનીપુર તા.ગળથેશ્વર જિ.ખેડા વાળો અમરેલી લાઠી રોડ ચોકડી બાયપાસ
ખાતે હોવાની હકીકત મળતા પેરોલ ટીમ અમરેલી લાઠી રોડ ચોકડી ખાતે જઇ આરોપીને તા.૨૨/૦૭/૨૦૨૬ ના
રોજ હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ વડીયા પો.સ્ટે.ને સોંપી આપવા તજવીજ કરેલ છે.
વિગતઃ- આ કામના મજકુર આરોપીના દિકરાએ સત્યાવીસ માસ પહેલા સગીર વયની દિકરીને લલચાવી
ફોસલાવી અને બદકામ કરના ઇરાદે તેને મો.સા માં બેસાડી ફરી.ના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઇ જઇ
ગુન્હો કરેલ હોય જે ગુન્હામાં મજકુર આરોપીનું નામ મદદગારીમાં ખુલવા પામતા આરોપી આજદિન સુધી નાસતો
ફરતો હતો.
પકડાયેલ આરોપી:- રમેશભાઇ સાકળભાઇ માચ્છી ઉવ.-૫૫ ધંધો.પ્રાઇવેટ નોકરી રહે.સોનીપુર
તા.ગળથેશ્વર જિ. ખેડા
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-
આ કામગીરી શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એન.જી.સાપરા
પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી, અના.એ.એસ.આઇ. એ.એમ.સોલંકી તથા અના. હેઙકોન્સ. ભાવનાબેન બી. ચૌહાણ તથા
આઉટ સોર્સ ડ્રાઇવર અશ્વિનભાઇ કે. ચાવડા એ રીતેના જોડાયેલ હતા.
















Recent Comments