ગાંધીનગર,જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી ગાંધીનગર દ્વારા નારી વંદના સપ્તાહના પ્રથમ દિવસની વસંતકુંવરબા વિદ્યાલય ખાતે મહિલા સુરક્ષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી. જેની શરૂઆત સૌપ્રથમ શાળા ની બાળાઓ દ્વારા ‘નારી વંદના રેલી’ દ્વારા કરવામાં આવી હતી. શાળામાં બાળકીઓ ઉપરાંત પોલીસ વિભાગના કર્મચારીઓ તથા શાળા અને મહિલા બાળ વિકાસ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન શાળાના પ્રાંગણમાં પરેડ યોજવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત મહિલા સુરક્ષા અર્થે યોજાયેલ નાટકથી કરાઈ હતી. આ કાર્યક્રમમાં ૧૮૧ અભયમ, સખીવન સ્ટોપ સેન્ટર, મહિલા સુરક્ષા અંતર્ગત સેલ્ફ ડિફેન્સ, ગુડ ટચ બેડ ટચ અંગે માર્ગદર્શન વગેરે જેવી રસપ્રદ માહિતી વિદ્યાર્થીનીઓને આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ ના કર્મચારીઓ ઉપરાંત ૧૮૧ અભયમ ટીમ, વન સ્ટોપ સેન્ટર હેડ માધુરીબેન રાવલ પોલીસ કર્મચારીઓ તથા સુરક્ષાસેતુની ટીમ હાજર રહી શાળાની બાલિકાઓને મહિલા સુરક્ષા અંતર્ગત યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
નારી વંદના સપ્તાહના પ્રથમ દિવસે વસંતકુંવરબા વિદ્યાલય ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઇ















Recent Comments