સમાજ સુરક્ષા ખાતા દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિના લગ્ન થયેથી સમાજ સુરક્ષા કચેરી ખાતે જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવાની રહે છે. દિવ્યાંગથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે તો દંપતીને રૂપિયા ૫૦ – ૫૦ હજાર મળી રૂ. ૧ (એક) લાખ અને દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિ લગ્ન કરે તો દિવ્યાંગ વ્યક્તિને ૫૦,૦૦૦/- રૂપિયાની સહાય મળવા પાત્ર છે. નવા સુધારા મુજબ દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં સહાય મેળવવા માટે લગ્ન તારીખથી બે વર્ષની સમય મર્યાદામાં લાભાર્થી જે જિલ્લામાં કાયમી રહેઠાણ ધરાવતા હોય તે જિલ્લામાં અરજી કરવાની રહે છે.
અમરેલી જિલ્લાની તમામ લાભાર્થીઓને દિવ્યાંગ લગ્ન સહાયનો લાભ મેળવવા લગ્નની તારીખથી ૨ વર્ષની સમય મર્યાદામાં સમાજ કલ્યાણની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવા તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, રૂમ ૧ થી ૪, એ-બ્લોક, ગ્રાઉન્ડ ફલોર, સેવા સદન-૨, અમરેલી ફોન નં. (૦૨૭૯૨ ) ૨૨૩૦૨૯ પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.
Recent Comments