રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખાંભા તાલુકાના ત્રાકુડા ગામે દાયકાઓ જૂના અને જીર્ણોદ્ધાર પામેલા ત્ર્યંબકેશ્વર મહાદેવના ભાવપૂર્વક દર્શન અને જળાભિષેક કર્યા હતાં.
અમરેલી જિલ્લાના ત્રાકુડા ગામના આસ્થાના કેન્દ્ર એવા આ શિવાલય ખાતે રાજ્યપાલશ્રીએ મંદિર જીર્ણોદ્ધારની તકતીનું અનાવરણ કરીને ભાવિક ભક્તો માટે મંદિરને ખુલ્લું મૂક્યું હતું.
રાજ્યપાલશ્રીએ મંદિર પરિસરમાં યજ્ઞકુંડમાં આહુતિ પણ આપી હતી. ઉપરાંત બીલીના છોડનું રોપણ કર્યું હતું.શ્રી હરિ ગ્રુપ – દુધાત પરિવારના યોગદાનથી આ શિવાલયનું જીર્ણોદ્ધાર કાર્ય સંપન્ન થયું છે.
આ પ્રસંગે સ્વામિનારાયણ સંતો, કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, શ્રી રાકેશભાઈ દુધાત, વિનુભાઈ દુધાત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.















Recent Comments