અમેરિકાના રાષ્ટ્રપતિ બિડેન વિમાનની સીડીઓ ચડતા ત્રણ વાર પડી ગયા…!!

શું અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઇડેન સંપૂર્ણપણે ફીટ છે? આ પ્રશ્ન ઉભો થયો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયો વડે જેમાં બાઇડેન વિમાનની સીડીઓ ચઢતી વખતે ડગમગતા જાેવા મળી રહ્યા છે. વીડિયોમાં જાેઇ શકાય છે કે રાષ્ટ્રપતિ વિમાનની સીડીઓ પર પડ્યા. જાેકે સદનસીબે તેમને કોઇ ઇજા પહોંચી નથી. ત્રણવાર પડવા છતાં પોતાને સંભાળતા વિમાનમાં પહોંચ્યા અને પોતાના ગંતવ્ય માટે રવાના થયા. જાેકે વ્હાઇટ હાઉસે તેના માટે હવાને જવાબદાર ગણાવી છે.
રાષ્ટ્રપતિ જાે બાઇડેન શુક્રવારે એટલાન્ટાના પ્રવાસે જઇ રહ્યા હતા, જ્યાં તેમણે એશિયાઇ-અમેરિકા ગ્રુપના નેતાઓ સાથે મુલાકાત કરવાની હતી. ‘ધન સન’ના રિપોર્ટ અનુસાર એટલાન્ટ રવાના થવા માટે જ્યારે તે એરફોર્સ વનના વિમાનમાં સવાર થવા માટે સીડીઓ ચડવા લાગ્યા, ત્યારે તેમનું સંતુલન બગડી ગયું અને તે સીડીઓ પર જ ડગમગવા લાગ્યા. જાે બાઇડેન સાથે આ ઘટના એકવાર નહી પણ ત્રણ વાર થઇ. એટલા માટે તેમના સ્વાસ્થ્ય પર સવાલ ઉભા થયા છે.
વાયરલ વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે જાે બાઇડેન વિમાનની સીડીઓ પર ત્રણવાર પડ્યા. પડ્યા પછી તે બે વાર ફરીથી હાથના સહારે ઉભા થયા, પરંતુ ત્રીજી વાર ઘૂંટણના સહારે પડ્યા. ત્યારબાદ રાષ્ટ્રપતિ સીડીઓની સાઇડ રેલિંગને પકડીને કોઇપણ પ્રકારે ઉપર પહોંચ્યા અને વિમાનમાં બેસીને રવાના થયા. આ વીડિયોને અત્યાર સુધી ઘણીવાર જાેવામાં આવ્યો છે અને લોકો રાષ્ટ્રપતિ સ્વાસ્થ્યને લઇને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
તો બીજી તરફ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયરે મીડિયાને જણાવ્યું કે રાષ્ટ્રપતિ ૧૦૦ ટકા સ્વસ્થ્ય છે. તેમણે કહ્યું કે સીડીઓ પર ખોડા પગલાં પડવાથી તેમનું સંતુલન બગડ્યું અને કોઇ વાત નથી. તે સંપૂર્ણ ફીટ છે. જીન પિયરેના અનુસાર સીડીઓ પર ચડતી વખતે હવા તેજ હતી. કદાચ એટલા માટે ૭૮ વર્ષીય જાે બાઇડેનના પગલાં ખોટા પડ્યા અને તેમનું સંતુલન બગડી ગયું.
Recent Comments