અમરેલી

અમરેલીની પરિણીતા ૧૫ દિવસથી ગુમ; પતિ અને પરિવાર ચિંતિત બન્યો

અમરેલી, તા.ર૦ અમરેલીની પરિણીતા ૧૫ દિવસથી ગુમ થઈ છે. કોઈ અતોપતો નહીં મળતા પતિ-પરિવાર ચિંતિત બન્યો છે. પ્રાપ્ત વિગત મુજબ અમરેલી શહેરના રાધેશ્યામ નગર વિસ્તારમાંથી એક પરિણીત મહિલાના ગુમ થવાની ઘટના સામે આવી છે. અનુરાધાબેન સંજયભાઈ દેવડા (ડબગર) ગત તા. ૫/૦૪/ ૨૦૨૬ના રોજ પોતાના ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા બાદ અત્યાર સુધી પરત ફર્યા નથી. આ બનાવને લઈને પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ છે. અનુરાધા બેન ના

બે બાળકો અનુક્રમે એક ૧૪ અને બીજો ૧૦ વર્ષીય ને મૂકીને ચાલી ગયા છે સંજયભાઈ અને અનુરાધબેન ના લગ્નના ૧૫ વર્ષના સમયમાં કોઈ ઝગડા કે બનાવ બન્યો નથી આ અંગે પતિ સંજયભાઈ દ્વારા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી નોંધાવવામાં આવી છે. પરિવારજનોએ પોતાના સગા- સંબંધીઓ તથા ઓળખીતાઓ પાસે તપાસ હાથ ધરી હોવા છતાં અનુરાધાબેનનો કોઈ અતોપતો મળ્યો નથી. પોલીસ દ્વારા મહિલાની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જો કોઈને અનુરાધાબેન અંગે કોઈ માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પરિવારજનો દ્વારા અપીલ કરવામાં આવી છે….

Related Posts