ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો
કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ
જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ
રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા નાઓની રાહબરી
હેઠળ એલ.સી.બી.ટીમે બાતમી હકિકત આધારે સારવકુંડલા ટાઉનમાં જાહેરમાં
આઇ.પી.એલ. ની સનરાઇઝ હૈદરાબાદ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચેની લાઇવ ક્રિકેટ
મેચ ઉપર એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમાં Swastik Live Tv નામની એપ્લીકેશન મારફતે
ક્રિકેટ મેચમાં રનફેરનો ભાવ ફોનથી સહ આરોપીઓને આપી, પૈસા વડે ‘‘ક્રિકેટનો
સટ્ટો’’ રમી/રમાડતા એક ઇસમને પકડી પાડી, સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ
જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
રૂસ્તમ ઉર્ફે બાવલો હબીબભાઇ કુરેશી, ઉ.વ.૩૭, રહે.સાવરકુંડલા, નુરાનીનગર,
તા.સાવરકુંડલા, જિ.અમરેલી
પકડવાના બાકી આરોપીની વિગતઃ-
(૧) જીતુ મગનભાઇ મારૂ રહે. મહુવા (૨) મહેશ જેન્તીલાલ મહેતા રહે.મહુવા
(૩) સાદીક કરીમભાઇ સોરઠીયા રહે.મહુવા
પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૨૩,૫૦૦/- તથા મોબાઇલ ફોન – ૧ કિં.રૂ.૧,૦૦,૦૦૦/- તથા
હારજીત લખેલ કાગળ ચીઠ્ઠી/પેન કિં.રૂ.૫/- મળી કુલ કિં.રૂ.૧,૨૩,૫૦૫/- નો
મુદ્દામાલ.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા
તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ.
યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઇ મકવાણા તથા હેડ કોન્સ. દશરથસિંહ સરવૈયા
દ્વારા કરવામાં આવેલ છે.

















Recent Comments