ગુજરાત

એએમસીનો મહત્વપૂર્ણ ર્નિણય ખાનગી કોવિડ ડેજીગ્નેટેડ હોસ્પિટલનો ચાર્જ ઘટાડાયો

ગુજરાત સરકારે કોરોનામાં આરટી-પીસીઆર ટેસ્ટની કિંમત ઘટાડ્યા બાદ હવે લાંબા સમયથી ખાનગી કોવિડ ડેજીગ્નેટેડ હોસ્પિટલનો ચાર્જ ઘટાડવાની માંગ ઉઠી હતી. જેથી આજે એએમસી દ્વારા આજે એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. એએમસી દ્વારા આજે લીધેલા ર્નિણય પ્રમાણે ખાનગી કોવિડ ડેજીગ્નેટેડ હોસ્પિટલનો ચાર્જ ઘટાડવામાં આવ્યો છે. એચડીયુનો એક દિવસનો ચાર્જ રૂપિયા ૯૦૦૦ માંથી રૂપિયા ૮૧૦૦ કરાયો છે, જ્યારે આઈસીયુ નોન વેન્ટિલેટરનો ચાર્જ રૂપિયા ૧૮૦૫૦ માંથી રૂપિયા ૧૬૫૦૦ કરાયો છે, જ્યારે વેન્ટિલેટર માટેનો ચાર્જ રૂપિયા ૨૧૮૫૦ માંથી રૂપિયા ૧૯૬૦૦ કરવામાં આવ્યો છે.
તમામ કોવિડ ડેજીગ્નેટેડ હોસ્પિટલમાં આજથી આ ચાર્જ લાગુ પડશે. એએમસીએ કોરોના સારવારના દર ઘટાડ્યા હોવાથી સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. એએમસીના ર્નિણય પ્રમાણે વેન્ટીલેટર સાથે આઈસીયુનો સુધારેલો દર રૂ.૧૯,૬૦૦ છે, જ્યારે વેન્ટીલેટર વગરના આઈસીયુનો નવો દર રૂ.૧૬,૨૦૦ છે. વોર્ડનો નવો દર રૂ. ૮,૧૦૦, એચડીયુમાં રૂ.૧૧,૩૦૦ નક્કી કરવામાં આવ્યો છે. એએમસીનો આ ર્નિણય આવતીકાલે સવારે ૮ વાગ્યાથી નવા દર અમલી બનશે. ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવતી ફરિયાદો સતત વધી રહી હતી, જેને ધ્યાન લઈને એએમસી દ્વારા કોવિડ પોઝિટિવ દર્દીઓની સારવારના ખર્ચમાં ઘટાડો કરવાનો ર્નિણય કરાયો છે. જેનો અમલ આવતી કાલ તારીખ ૧૨/૧૨/૨૦૨૦થી શરૂ થશે.
ખાનગી હોસ્પિટલોમાં અગાઉ વોર્ડનો ખર્ચ રૂ.૯૦૦૦ હતો જેને ઘટાડીને હવે રૂ.૭૨૦૦ કરવામાં આવ્યો છે, જ્યારે એચ.ડી.યુનો ખર્ચા રૂ.૧૨૬૦૦ હતો જેને ઘટાડી હવે રૂ.૧૦૦૦૦ કરી દેવામાં આવ્યો છે. સાથે જ વેન્ટીલેન્ટર વગરના આઈ.સી.યુનો ચાર્જ પણ હવે ૧૮,૦૫૦ની જગ્યાએ રૂ.૧૪,૪૦૦ જ આપવાનો રહેશે. અને વેન્ટીલેટર સાથેના આઈ.સી.યુ.નો ચાર્જ રૂ. ૨૧૮૫૦ની જગ્યાએ રૂ.૧૭૫૦૦ ચુકવવાનો રહેશે. રાજ્યના મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ ર્નિણય લેવાયો છે.

Follow Me:

Related Posts