fbpx
ગુજરાત

ઘણા સમય બાદ બાળકો સ્કુલ પરિસરમાં આવી ખુશ થયા

સ્કૂલ શરૂ થતાં બાળકોમાં પણ ખુશી જાેવા મળી હતી અને તેઓ હર્ષભેર સ્કૂલે આવ્યાં હતાં તો અનેક સ્કૂલો દ્વારા આજથી સંમતિપત્ર આપવામાં આવશે. ૨ દિવસમાં સંમતિપત્ર ભરાવવામાં આવશે. ત્યાર બાદ ૨ દિવસમાં સ્કૂલો સંપૂર્ણ શરૂ થઈ જશે. ઉપરાંત જે બાળકોના વાલી સંમતિપત્ર નહિ આપે તેમના ઓનલાઇન કલાસ પણ ચાલુ રાખવામાં આવશે. શિક્ષણમંત્રીએ રાજ્યમાં ધોરણ ૧થી ૫ની સ્કૂલો શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેને આધારે સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે. વાલીઓનું સંમતિપત્રક મેળવવાનું હોવાથી સ્કૂલોમાં હજી વિદ્યાર્થીઓ આવી શક્યા નથી. કેટલીક સ્કૂલોએ ઝડપી પ્રક્રિયા પૂર્ણ કરીને સંમતિપત્રક મેળવ્યા હોવાથી બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે.અમદાવાદ શહેરની સ્કૂલોમાં વહેલી સવારથી જ વિદ્યાર્થીઓનો કિલકિલાટ શરૂ થઈ ગયો છે. નિશાન સ્કૂલ દ્વારા સ્કૂલ શરૂ થવાની જાહેરાત થતાં જ તૈયારી કરવામાં આવી હતી. વાલીઓને મેસેજ અને ફોન કરીને આજ સવાર સુધી સંમતિપત્ર ભરાવવામાં આવ્યાં હતાં. ઉપરાંત વર્ગો સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા. જે વાલીઓએ સંમતિપત્ર આપ્યા તેમનાં બાળકોને આજથી સ્કૂલોમાં પ્રવેશ શરૂ આપવામાં આવ્યો છે. બીજી તરફ, હજુ પણ સવારે સ્કૂલ પર વાલીઓનો સંમતિપત્ર આપવા ધસારો જાેવા મળ્યો હતો. અમદાવાદમાં સરકારી શાળાઓમાં પણ પહેલા દિવસે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પહોંચ્યા છે.. અમદાવાદના જાેધપુર ટેકરા વિસ્તારની જાેધપુર પ્રાથમિક શાળા નંબર ૧માં પહેલા દિવસે જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જાેવા મળ્યો છે. બે વર્ષ બાદ વિદ્યાર્થીઓ શાળાએ પહોંચતા વિદ્યાર્થીઓને હળવી રમતો અને પ્રવૃત્તિ કરાવવામાં આવી છે. શાળામાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરતા, વિદ્યાર્થીઓને માસ્ક આપવામાં આવ્યા હતા અને એક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા ખાનગી સ્કૂલો કરતાં સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ જાેવા મળી છે. ધોરણ ૨માં અભ્યાસ કરતાં બાળકોએ આજે પ્રથમ વાર સ્કૂલને જાેઈ છે. ધોરણ ૧માં માસ પ્રમોશન મળ્યું અને કોરોનાને કારણે ક્લાસ બંધ હતાં. જેથી તેઓ હવે પહેલીવાર સ્કૂલમાં આવી રહ્યાં છે. બીજી તરફ કોરોનાના કેસ ઓછા થતાં જ ધોરણ ૧થી ૫ની સ્કૂલો શરૂ થઈ છે. ૨૦ મહિના બાદ સ્કૂલોમાં વિદ્યાર્થીઓનો કિલકિલાટ જાેવા મળ્યો છે. જેનાથી સ્કૂલ પરિસરમાં સુંદર દ્રશ્યો પણ જાેવા મળ્યાં છે.

Follow Me:

Related Posts